Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાં ૨૬૩૨ મદરેસાની માન્યતા રદ થાય તેવી વકી

ઉત્તરપ્રદેશ સરકાર મદરેસા પર ચાંપતી નજર રાખી રહી છે. ફોર્જરીને રોકવા માટે યુપીમાં આશરે ૨૬૩૨ મદરેસાની સામે કઠોર કાર્યવાહી કરવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કઠોર આદેશ જારી કરી ચુક્યા છે. મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અંતિમ તારીખ પહેલા વેબસાઇટ પર માહિતી અપલોડ ન કરનાર આ તમામ મદરેસાની માન્યતા રદ કરવામાં આવી શકે છે. માહિતી અપલોડ કરવા માટેની તારીખ ૧૫મી ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. તે પહેલા સરકારી મદદ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં સરકારે પ્રદેશમાં ૪૬ મદરેસા પર સરકારી સહાયતા આપવા પર બ્રેક મુકીને સનસનાટી મચાવી દીધી હતી. ફોર્જરીને રોકવા માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. શાસનની તપાસમાં એવી બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે કે મદરેસામાં નક્કી કરવામાં આવેલા ધારાધોરણ ન હતા. ફોર્જરીને રોકવા માટે સરકારે મદરેસા શિક્ષણ પરિષદે વેબસાઇટ બનાવી હતી. ૧૫મી ઓક્ટોબર સુધીમાં ૧૬૪૬૧ મદરેસાની માહિતી મળી ગઇ હતી. જેથી નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ આ જ મદરેસાને માન્યતા અને સહાય આપવામાં આવનાર છે. ઉત્તરપ્રદેશમાં ૧૯૧૪૩ મદરેસા જુદા જુદા સ્તરના રહેલા છે. વેબસાઇટ પર શિક્ષકો, ટિચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓની તમામ માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે. આ પહેલા વેબ પોર્ટલમાં આવી રહેલી પરેશાનીને ધ્યાનમાં લઇને મદરેસા બોર્ડે તેની તારીખ ૩૦મી સપ્ટેમ્બરથી વધારીને ૧૫મી ઓક્ટોબર કરી દીધી હતી. જેની વિગત હવે મળી નથી તેની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

Related posts

Elections to 10 Rajya Sabha seats in UP and 1 in Uttarakhand on Nov 9

editor

સદ્ગુગુરુ SHS2018 ની સ્વચ્છતા અને અનુભવો અંગેના અનુભવો વિશે જણાવ્યું

aapnugujarat

राहुल ने लोकसभा में उठाया किसानों की बदहाली का मुद्दा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1