Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતીય મજુરોના ખુન પરસેવાથી તાજમહલ બન્યો : યોગી આદિત્યનાથ

પ્રેમના પ્રતિક સમાન તાજમહેલને લઇને ચાલી રહેલા જોરદાર રાજકીય ઘમસાણની વચ્ચે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ૨૬મી ઓક્ટોબરના દિવસે ઐતિહાસિક આગરા જનાર છે. આગરાની મુલાકાત દરમિયાની યોગી તાજમહેલને નિહાળવા માટે પણ પહોંચી શકે છે.તાજમહેલને લઇને જોરદાર રાજકીય ખેંચતાણ અને ચર્ચાનો દોર હવેશરૂ થયો છે. જેમાં અનેક ટોપના નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો સમાવેશ થાય છે. યોગી આદિત્યનાથ આગરાની તેમની યાત્રા દરમિયાન પ્રવાસ વિભાગ અને આગરા જિલ્લાની વહીવટી યોજનાઓનવી સમીક્ષા કરનાર છે. યોગીના આગરા પ્રવાસને રાજકીય જેમેજ કન્ટ્રોલ તરીકે પણ ગણવામાં આવે છે. એમ પણ માનવામાં આવે છે કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ પ્રવાસ મારફતે તાજમહેલને લઇને છેડાયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસ કરી શકે છે. આ અગાઉ આજે યોગી આદિત્યનાથે સમગ્ર મામલાને લઇને છેડાયેલા વિવાદને ખતમ કરવાના પ્રયાસરાપે કહ્યુ હતુ કે આ મહત્વપૂર્ણ નથી કે તાજ મહેલનુ નિર્માણ કોણે અને કેમ કરાવ્યુ હતુ. આ ઐતિહાસિક સ્મારક ભારતના મજુરોના ખુન પરસેવાથી બન્યુ છે. અમારા માટે આ બાબત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને પ્રવાસ મારફતે આ અમારી પ્રાથમિકતા છે. સાથે સાથે પ્રવાસીઓને સુવિધા અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની અમારી જવાબદારી છે. આ અગાઉ ભાજપના આક્રમક નેતા અને ઉત્તરપ્રદેશના સરધનામાંથી ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહેલના સંબંધમાં વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતુ. જેના કારણે રાજકીય ઘમસાણની સ્થિતી સર્જાઇ હતી. આ વિવાદમાં બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ ઉતરી ગયા છે. મમતાએ આને લઇને બ્રિટીશ સ્મારકોને લઇને પ્રશ્ન કર્યા હતા. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમ્યમ સ્વામીએ રાષ્ટ્રપતિ ભવન અને હૈદરાબાદ હાઉસ પર કબજેના હિન્દુ એંગલ આપવાની વાત કરી છે. યોગી આદિત્યનાથે કહ્યુ છે કે સંગીત સોમનુ નિવેદન તેમનુ અંગત નિવેદન છે. તેને ભાજપના અભિપ્રાય તરીકે ગણી શકાય નહી. સ્વામીએ આ વિવાદને વધુ આગળ લઇ જઇને આજે ટ્‌વીટ કરીને કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિ ભવન અને હૈદરાબાદ હાઉસને કબજામાં બર્બર ઇસ્લામિક અને ખ્રિસ્તી તાકાત પર હિન્દુઓની જીત તરીકે ગણાવી છે. મમતાએ પ્રશ્ન કરતા કહ્યુ છે કે જો તાજમહેલ ગદ્દારોએ બનાવ્યુ છે તો બ્રિટીશ સ્મારકો પર શુ કહેશો ? તાજમહેલને લઇને છેડાયેલી ચર્ચા હાલ જારી રહે તેવી શક્યતા છે. દુનિયાભરમાં પ્રેમના પ્રતિક સમાન બની ગયેલા ઐતિહાસિક તાજ મહેલને લઇને શરૂ થયેલો વિવાદ હજુ જારી રહ્યો છે. ભાજપના શક્તિશાળી નેતા અને ધારાસભ્ય સંગીત સોમના વિવાદાસ્પદ નિવેદન બાદ ગઇકાલે એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસાદુદ્દીન ઓવેસીએ વળતા પ્રહારો કર્યા હતા. ઓવેસીએ ટ્‌વીટ કરીને કહ્યુ હતુ કે લાલ કિલ્લાનુ નિર્માણ ગદ્દારો દ્વારા કરવામાં આવ્યુ હતુ તો શુ વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર તિરંગો લહેરાવશે નહી ? શુ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિદેશી પ્રવાસીઓને તાજ મહેલ નિહાળવા ન જવા માટે કહેશે ? તેમણે કહ્યુ હતુકે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસને પણ ગદ્દારોએ બનાવ્યુ હતુ તો શુ મોદી અહીં વિદેશી મહેમાનોનુ સ્વાગત કરશે નહી ? બીજી બાજુ ભાજપના પ્રવકતા નલિન કોહલીએ કહ્યુ છે કે સંગીત સોમનુ નિવેદન તાજમહેલને લઇને તેમનુ પોતાનુ નિવેદન છે.મુખ્યપ્રધાન યોગી હવે ડેમેજ કન્ટ્રોલના મુડમાં દેખાઇ રહ્યા છે. તેમની ૨૬મી ઓક્ટોબરની યાત્રા ઉપયોગી રહેશે.

Related posts

ભાજપ અયોધ્યામાં તે જ સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ : અમિત શાહ

aapnugujarat

રાજસ્થાનનાં કુંભલગઢમાં મતદારોનો અનેરો ઉત્સાહ

aapnugujarat

पेट्रोलियम उत्पादों पर कर जीएसटी परिषद तय करेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1