Aapnu Gujarat
ગુજરાત

BCI પરીક્ષા પાસ ન કરનાર  વકીલો પ્રેકટીસ નહીં કરી શકે

બાર કાઉન્સીલ દ્વારા એક બહુ મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં દેશમાં કોઇપણ વકીલને વકીલાત તરીકે પ્રેકટીસ કરવી હોય તો, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા પાસ ના કરે ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવાર બે વર્ષ માટે વકીલાતની પ્રેકટીસ માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી પ્રોવીઝનલ સર્ટિફિકેટ અપાતું હોય છે. સને ૨૦૧૦થી ૨૦૧૫ સુધીમાં સમગ્ર ગુજરાત રાજયમાં ત્રણ હજાર જેટલા વકીલ ઉમેદવારોએ બે વર્ષ માટે આ પ્રોવીઝનલ સર્ટિફિકેટ મેળવ્યું હોવાછતાં બે વર્ષમાં બીસીઆઇની ઉપરોકત પરીક્ષા પાસ કરી નથી અને તેથી ગુજરાત બાર કાઉન્સીલે આ ત્રણ હજાર વકીલ ઉમેદવારોને હવે તેઓ વકીલાતની પ્રેકટીસ માટે હકદાર રહેતા નથી તેવી કડક શબ્દોમાં તાકીદ કરી દીધી છે. આ વકીલ ઉમેદવારો બાર એસો.ની કોઇપણ ચૂંટણીમાં મતદાન કરવા પણ અધિકારી હવે રહેતા નથી એમ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન ભરત ભગત અને શિસ્ત કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું. ગુજરાત બાર કાઉન્સીલ તરફથી આ ત્રણ હજાર વકીલોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી અપાઇ છે કે, તેઓ હવે બીસીઆઇની ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા પાસ કર્યા સિવાય વકીલાતની પ્રેકટીસ કરી શકશે નહી અને જો તેમછતાં તેઓ વકીલાતની પ્રેકટીસ કરતા માલૂમ પડશે તો, તેઓની વિરૂધ્ધ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા નિયમ મુજબ કડક પગલાં ભરવામાં આવશે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન ભરત ભગત અને શિસ્ત કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ૨૦૧૦ના નવા નિયમોનુસાર, દેશના કોઇપણ વકીલે દેશની કોઇપણ કોર્ટમાં પ્રેકટીસ કરવી હોય તો તે માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ પાસ કરવી ફરજિયાત બનાવાયેલ છે. આ માટે જે તે વકીલે પહેલા પોતાની સ્ટેટ બાર કાઉન્સીલમાં નોંધણી કરાવીને એનરોલમેન્ટ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. એ પછી આ વકીલ ઉમેદવાર બીસીઆઇની એક્ઝામ આપી શકે છે. સ્ટેટ બાર કાઉન્સીલમાં એનરોલમેન્ટ કરાવ્યા બાદ વકીલે બે વર્ષમાં પરીક્ષા પાસ કરી દેશે તેવું અન્ડરટેકીંગ આપીને બે વર્ષ સુધી વકીલાતની પ્રેકટીસની છૂટ આપતું પ્રોવીઝનલ સર્ટિફિકેટ બાર કાઉન્સીલમાંથી મેળવવાનું હોય છે. ગુજરાત રાજયમાં ૨૦૧૦થી ૨૦૧૫ સુધીમાં કુલ ૧૭૭૪૫ વકીલોએ સ્ટેટ બાર કાઉન્સીલમાં નોંધણી કરાવીને પ્રોવીઝનલ સર્ટિફિકેટ મેળવ્યું હતું. પરંતુ આ પૈકીના ૧૨૬૬૧ વકીલ ઉમેદવારો આ એક્ઝામ પાસ કરી શકયા છે, જયારે ત્રણ હજાર વકીલો બે વર્ષમાં પ્રોવીઝનલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ પણ બીસીઆઇની પરીક્ષા પાસ કરી શકયા નથી. આ સંજોગોમાં હવે આ ત્રણ હજાર વકીલો કોઇપણ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ માટે લાયક ઠરતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, બીસીઆઇની પરીક્ષા પાસ નહી કરી શકનાર ત્રણ હજાર વકીલો હવે વેલ્ફેર ફંડ, માંદગી સહાય સહતિના કોઇપણ હક કે લાભો મેળવવાને પણ અધિકારી રહેતા નથી. એટલું જ નહી, તેઓ બાર કાઉન્સીલ કે બાર એસોસીએશનની કોઇપણ ચૂંટણીમાં વકીલ તરીકે મતદાન કરવા પણ હવે હકદાર રહેતા નથી. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આ ત્રણ હજાર વકીલોને બીસીઆઇની એકઝામ પાસ કર્યા સિવાય કોઇપણ કોર્ટમાં પ્રેકટીસ નહી કરવા કડક ચેતવણી આપવામાં આવી છે અને જો તેઓ પ્રેકટીસ કર્યાનું ધ્યાન પર આવશે તો તેઓની વિરૂધ્ધમાં કાયદેસર પગલા લેવાશે.(અનુસંધાન નીચેના પાને)

Related posts

નિકોલમાં લગ્ન પ્રસંગમાં ૭ લાખ રૂપિયાની ચોરી

aapnugujarat

પદ્માવત રિલીઝના સુપ્રીમના ચુકાદાથી નારાજગી : બાવળા-બગોદરા હાઇવે પર ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ

aapnugujarat

પાટીદારો બાદ આ સમાજના અગ્રણીઓએ પણ સરકાર પાસેથી તેમના પર લાગેલા કેસો પાછા ખેંચવાની માંગ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1