Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કામ ટુંકમાં શરૂ

ભાજપના આક્રમક નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, આવતા વર્ષે દિવાળી સુધીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવી દેવામાં આવશે. તેમણે કહ્યું છે કે, રામ મંદિરનું નિર્માણ ખુબ ટૂંક સમયમાં શરૂ થશે અને આવતા વર્ષે ભક્તો માટે તે તૈયાર થઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે સુચિત મંદિર નિર્માણ આડેની તમામ અડચણો દુર થઇ ચુકી છે. સ્વામીએ એવું પણ કહ્યું છે કે, ચૂંટણીમાં સફળતા મેળવવા માટે હિન્દુત્વની લાગણી જગાડવી ખુબ જરૂરી છે. રાજયસભા સાંસજ સુબ્રમણ્યમે આ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, સુચિત રામ મંદિર બનાવવાની અડચણો દુર થઈ ગઈ છે. સ્વામીએ આ વાત વિરાટ હિન્દુ સંગમની બિહાર યુનિટ તરફથી ઓર્ગેનાઈઝ કરેલા એક સેમિનારમાં કહી હતી. પટણામાં આયોજિત કાર્યક્રમમાં બાબત રજૂ કરીને સ્વામીએ ફરી રામ મંદિરને લઇને ચર્ચા જગાવી છે. બીજી બાજુ તેમણે પરોક્ષ રીતે ઇશારો કર્યો હતો કે હિન્દુત્વના કાર્ડ વગર સફળતા વધારે મળી શકે તેમ નથી. સ્વામી અગાઉ પણ તેમના જટિલ મુદ્દા ઉઠાવતા રહ્યા છે. ખાસ કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે પ્રહારો કરતા રહ્યા છે. સ્વામીના નિવેદનને લઇને અન્ય રાજકીય પક્ષોએ કોઇ પ્રતિક્રિયા આપી નથી. તમામ લોકો જાણે છે કે રામ મંદિર નિર્માણનો મામલો હજુ કાયદાકીય રીતે અટવાયેલો છે.

Related posts

શ્રીનગર સેન્ટ્રલ જેલમાં એનઆઈએની ઉંડી તપાસ

aapnugujarat

બે વર્ષમાં પાંચ કરોડ ગરીબી રેખાથી ઉપર ઉઠયા છેઃ મોદી

aapnugujarat

જમશેદપુરની હોસ્પિટલમાં ૩૦ દિવસમાં ૫૨ નવજાતનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1