Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્તની ફિલ્મ સાહબ બીવી ઔર ગૈગસ્ટરના પ્રથમ શેડ્યુલનુ શુટિંગ પૂર્ણ કરાયુ

ફિલ્મ નિર્માતા તિગ્માંશુ ધુળિયાની ફિલ્મ સાહેબ બીવી ઓર ગૈગસ્ટર સીરીઝની ત્રીજી ફિલ્મ પર તેજીથી કામ કરવામાં આવી રહ્યુ છે. તાજેતરમાં જ ફિલ્મ ભૂમિ મારફતે બોલિવુડમાં વાપસી કરનાર સંજય દત્તે ફિલ્મ માટે રાજસ્થાનના બિકાનેર ખાતે કરવામાં આવેલા શુટિંગને પૂર્ણ કરી લીધુ છે. હવે સમાચાર એવા આવી રહ્યા છે કે શુટિંગના પ્રથમ શેડ્યુઅલને પૂર્ણ કરી લેવામાં સફળતા મળી ગઇ છે. તિગ્માંશુ આ સંબંધમાં માહિતી આપતા કહે છે કે અમે બિકાનેરમાં સાહેબ બીવી ઓર ગૈગસ્ટર-૩ ફિલ્મ માટે શુટિંગ પૂર્ણ કરી ચુક્યા છીએ. તિગ્માંસુ સંજય દત્તની સાથે પ્રથમ વખત ફિલ્મમાં કામ કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે સંજય દત્ત ખુબ કમાલની વ્યક્તિ તરીકે છે. આ ફિલ્મમાં અભિનેત્રી નફીસા અલી પણ નજરે પડનાર છે. તે સંજય દત્તની માતાની ભૂમિકા અદા કરનાર છે. અભિનેતા કબીર બેદી આ ફિલ્મમાં સંજય દત્તના પિતાની ભૂમિકામાં કામ કરનાર છે. સંજય દત્ત આમાં એક ગેંગસ્ટર તરીકેની ભૂમિકામાં છે. ફિલ્મમાં માહી ગિલ અને સોહા અલી ખાન પણ કામ કરી રહ્યા છે. સાહેબ બીવી ઔર ગૈગસ્ટરની સિરિઝની પ્રથમ ફિલ્મ ૨૦૧૧માં રજૂ કરવામાં આવી હતી. જેમાં જીમી શેરગિલ, માહી ગિલ અને રણદીપ હુડાની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મની સિક્વલ સાહેબ બીવી ઔર ગૈગસ્ટર રિટર્ન વર્ષ ૨૦૧૩માં રજૂ કરવામાં આવી હતી. જેમાં ઇરફાન ખાનની એન્ટ્રી થઇ હતી.
હવે ઇરફાન ખાનની જગ્યાએ સંજય દત્તની ભૂમિકા જોવા મળનાર છે. સંજય દત્ત ફિલ્મને લઇને ખુબ ખુશ છે. સંજય દત્તની વાપસી ફિલ્મ ભૂમિ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં સંજય દત્તની પુત્રીની ભૂમિકા અદિતી રાવ હૈદરીએ અદા કરી હતી.

Related posts

કરીના માટે પરિવાર સૌથી મહત્વપૂર્ણ

aapnugujarat

અફઘાન મામલે કંગના બોલી : કાલે આપણી સાથે પણ આવું થઇ શકે છે

editor

गायिका डेमी लोवेटो को पसंद आई ‘क्वीन’ क्रिस्टिना अगुलिएरा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1