Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૭૬,૩૮૩ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૬૩૮૨.૮ કરોડનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાઈ ગયો છે. આની સાથે જ છેલ્લા સપ્તાહ દરમિયાન આઈટીસી, મારુતિ સુઝુકી ઇન્ડિયા, ઓએનસીજી અને એસબીઆઈમાં શુક્રવારના દિવસે પુરા થયેલા કારોબાર વેળા ઘટાડો થયો છે. આરઆઈએલ, ટીસીએસ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ફોસીસમાં વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં ૨૫૨૩૫.૨૧ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને હવે ૫૫૫૧૭૪.૭૭ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓમાં તેની માર્કેટ મૂડી સૌથી વધુ વધી છે. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૨૧૩૬૩.૪૫ કરોડનો વધારો થયો છે જેથી તેની મૂડી વધીને ૪૮૯૪૩૫.૪૮ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૧૩૯૯૨.૩૪ કરોડ વધીને હવે ૪૭૮૯૩૦.૮૫ કરોડ થઇ છે. એચયુએલની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૮૮૯૬.૦૧ કરોડનો વધારો અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ૪૦૩૫.૫૯ કરોડનો વધારો થયો છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૨૮૬૦.૨ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી વધીને ૨૧૪૦૫૬.૮૦ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઓએનજીસીની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૪૬૧૯.૯૭ કરોડ ઘટીને ૨૧૮૨૯૩.૩૩ કરોડ થઇ ગઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે ટીસીએસ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાન ઉપર છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૬૧૮ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૧૮૮ પોઇન્ટનો નોંધપાત્ર વધારો થયો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઉલ્લેખનીય વધારો થયા બાદ આવતીકાલેથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

તેલની વધતી કિંમતો પર ઓપેક દેશ ૧૭ ઓક્ટોબરે ભારત સાથે વાતચીત કરશે

aapnugujarat

सोने का आयात अप्रैल-जनवरी में 9% घटकर 24.64 अरब डॉलर रहा

aapnugujarat

બજારમાં તેજી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરી બંધ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1