Aapnu Gujarat
મનોરંજન

સ્ટાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

કેરિયરની શરૂઆતમાં આઇટમ નંબર કરવા માટેનો સાફ ઇન્કાર કરીને તમામ નિર્માતા નિર્દેશકોને ચોંકાવી દેનાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા માટે તૈયાર થઇ છે. તે પોતે આ અંગેની વાત કરી રહી છે. તે વધારે સેક્સી ફિગર મેળવી ચુકી છે. જેથી તે હવે આઇટમ નંબર કરવા ઉત્સુક બની છે. બીજી બાજુ તે સ્પર્ધામાં ટકી રહેવા માંગે છે. તેની પાસે હાલમાં રોહિત શેટ્ટીની મોટી ફિલ્મ ગોલમાલ અગેઇન છે. જેમાં તે અજય દેવગનની સાથે છે. પ્રાપ્ત માહિતી મુજબ પરિણિતી ચોપડા પાસે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. પરિણિતી હવે આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. તે અન્ય અભિનેત્રીની જેમ આઇટમ સોંગ કરીને વધારે લોકપ્રિયતા મેળવી લેવા માટે તૈયાર છે. પરિણિતી ચોપડા પોતાની કેરિયરને લઉને હવે ગંભીર બની છે. તે પણ પોતાની બહેન પ્રિયંકા ચોપડા સાથે કેટલાક પ્રોજેક્ટમાં કામ કરવા માટે ઇચ્છુકછે. જો કે પરિણીતીએ હોલિવુડ ફિલ્મમાં કામ કરવાને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. તે રોહિત શેટ્ટીની ફિલ્મને લઇને આશાવાદી છે. ગોલમાલ અગેઇન ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થાય તે ચોક્કસ છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ગોલમાલ અગેઇન ફિલ્મ હિટ રહ્યા બાદ તેની પાસે વધારે ફિલ્મો હાથ લાગી શકે છે. તેની પાસે કેટલાક મોટા બજેટની ફિલ્મો તો છે. સાથે સાથે આઇટમ સોંગ પણ કરી રહી છે. પરિણિતી ચોપડા ભારે આશાવાદી બનેલી છે.

Related posts

બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ પણ કોરોના પોઝિટિવ

editor

ઇશા ગુપ્તા નવા વર્ષમાં સાઉથની ફિલ્મમાં દેખાશે

aapnugujarat

શર્લિન બોલ્ડ ઇમેજના લીધે જાણીતી છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1