Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અંકુશરેખા પર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર : ત્રણ મોત

પાકિસ્તાની સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશરેખા ઉપર ભીષણ ગોળીબાર કર્યો છે. જેના લીધે બે માસૂમ બાળક સહિત ત્રણના મોત થયા છે અને અન્ય આઠ નાગરિકો ઘાયલ થયા છે. માર્યા ગયેલાઓમાં ૧૦ વર્ષિય બાળક અને ૧૫ વર્ષીય બાળકીનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલા તમામ લોકોને પૂંચના દિગવાર સેક્ટરમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારમાં એક આર્મી વાહનને પણ નુકસાન થયું છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી નિર્મલસિંહે કહ્યું છે કે, પાકિસ્તાન કાયરતાપૂર્વકના કૃત્યો કરી રહ્યું છે. નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે, ભારતીય સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે પરંતુ પાકિસ્તાનના કૃત્યો હવે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ ખુલ્લા પડી ગયા છે. પાકિસ્તાની સૈનિકોએ પૂંચના કેરી, માલતી અને દિગવાર સેક્ટરમાં આજે ભીષણ ગોળીબાર કર્યો હતો. અંકુશરેખાની નજીક ૧૨૦એમએમ મોર્ટાર ઝીંકવામાં આવ્યા હતા. પાકિસ્તાની જવાનોએ પુછ સેક્ટરમાં નિવાસી વિસ્તારોમાં ગોળીબાર કરતા લોકોમાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. આ ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠથી વધારે લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. મળેલી માહિતી મુજબ પુછના કેરિ માલતી અને દિગવર સેક્ટરમાં આજે સવારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની ગોળીબાર દરમિયાન અંકુશ રેખાની પાસે ૧૨૦ એમએમ મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીર સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા અરણિયા સેક્ટરમાં તમામ વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ગોળીબારના કારણે એકબાજુ સરહદ સાથે જોડાયેલા ગામોમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકોને રાહત કેમ્પમાં પણ ખસેડી દેવાની ફરજ પડી છે. ગોળીબારના કારણે મોટી સંખ્યામાં પશુઓના મોત થયા છે. ભારતીય સરહદમાં ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના હેતુસર સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ત્રાસવાદીઓ ભારતમાં મોટા હુમલા કરી શકે તે માટે આ ઘુસણખોરોને ઘુસાડી દેવાના પ્રયાસ અવિરતરીતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં મોટા અનેક ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારીને ત્રાસવાદીઓની કમર તોડી નાંખવામાં આવી છે.

Related posts

કુદરતી હોનારતોમાં ભારતે ૫૯ ખર્વ ગુમાવ્યા : રિપોર્ટ

aapnugujarat

दिल्ली हिंसा : मौजपुर में फिर पत्थरबाजी, कई मेट्रो स्टेशन बंद

aapnugujarat

अटलजी के गुजर जाने से ऐसा लगा कि मैं अनाथ हो गया हूं : शत्रुघ्न सिन्हा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1