Aapnu Gujarat
ગુજરાત

જનમિત્ર-કાર્ડની જાહેરાત બૂમરેંગ પુરવાર : કન્સેશનના પાસ ધરાવનારને રોજ રોકડ ખર્ચ કરવા પડે છે

આ વર્ષે જુનની ૨૫મીના રોજ કેન્દ્રના શહેરી વિકાસ મંત્રી વૈંકયા નાયડુ દ્વારા છેલ્લી ધડીએ જે જનમિત્ર-કાર્ડની યોજના મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને છેલ્લી ધડીએ પડતી મુકવી પડી એ યોજના ચાર માસ પુરા થયા છતાં પણ પુરી ન થઈ શકતા કનસેશન પાસ ધરાવનારા હજારો સ્ટુડન્ટસને રોજ રોકડા રૂપિયા ખર્ચ કરીને બીઆરટીએસ બસમા મુસાફરી કરવી પડી રહી હોઈ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા આ વર્ષની ૨૫ જુનથી જનમિત્ર કોમેન પેમેન્ટ કાર્ડ ઈશ્યુ કરવાના હોઈ તમામ કન્સેશન પાસ ધારકોના કાર્ડ પણ સીઝ કરી દેવામા આવ્યા હતા.પરંતુ હંમેશની જેમ છેલ્લી ઘડીએ આ યોજનાનુ લોકાર્પણ કેન્દ્રીય મંત્રી વૈંકયાનાયડુના હસ્તે તંત્ર કરાવી ન શકતા બીઆરટીએસની બસોમા કન્સેશન પાસ ધરાવનારા સ્ટુડન્ટસને રોજ સરેરાશ રૂપિયા ૫૦ થી વધુની રકમનો ખર્ચ કરીને મુસાફરી કરવી પડી રહી છે.આ અંગે સત્તાવાળાઓ સમક્ષ અનેક વખત રજુઆત કરવામા આવી હોવાછતાં હજુ સુધી આ દિશામાં નકકર કાર્યવાહી કરવા અંગે જનમાર્ગ લિમિટેડના કોઈ અધિકારીના પેટનુ પાણી પણ હાલતુ નથી.આ અગાઉ જે તંત્ર તરફથી જાહેરાત કરવામા આવી હતી એમાં સમગ્ર અમદાવાદ શહેરમાં કુલ મળીને ૨૭૫ જેટલા આઉટલેટસ પરથી જનમિત્ર-કાર્ડનુ વિતરણ કરવામા આવનાર હતુ. કાર્ડ ખરીદનાર માટે કોઈ મિનીમમ બેલેન્સ રાખવાની મર્યાદા રાખવામા આવી ન હતી.ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર તરફથી એવો દાવો કરવામા આવ્યો હતો કે આ એક માત્ર કાર્ડથી કોઈપણ આ શહેરનો નાગરિક તેના વીજળીબીલ,ટેલિફોનબીલ સહીત મિલ્કતવેરો પણ ભરી શકવાનો હતો આ સાથે જ આ કાર્ડનો બીઆરટીએસ ઉપરાંત એએમટીએસની બસોમા પણ ઉપયોગ કરી શકવાનો હતો.કમનસીબે ગત ૨૫મીના રોજ છેલ્લી ધડીએ આ પ્રોજેકટનુ લોકાર્પણ પાછુ ઠેલાવાના કારણે બીઆરટીએસમા મુસાફરી કરનારા હજારો પાસ ધારકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.

Related posts

ગોંડલમાં ખેતરના કૂવામાંથી પ્રેમી પંખીડાનો મૃતદેહ મળ્યો

aapnugujarat

બાબુ બજરંગીએ આંખની સારવાર માટે જામીનની કરેલી માંગણી

aapnugujarat

ગુજરાતને ખેદાનમેદાન કરવા ઇચ્છુકોને લોકો જવાબ આપશે : મોદીનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1