Aapnu Gujarat
ગુજરાત

કડી તાલુકાનાં માથાસુર ગામની પ્રાથમિક-હાયર સેકન્ડરી સ્કૂલનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરતાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા

‘આપણું ગુજરાત’ દૈનિકનાં તંત્રી દેવેન વર્મા દ્વારા કડી તાલુકાનાં માથાસુર ગામની પ્રાથમિક અને હાયસેકન્ડરી સ્કૂલમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં તેઓએ શિક્ષણમાં મદદરૂપ થાય તેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં તેઓએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી તેની વિષયવાર અગત્યની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ પણ તેજસ્વી તારલાઓને બિરદાવ્યા હતાં.


આ કાર્યક્રમમાં શાળાનાં પ્રમુખ પટેલ અમરતભાઈ અંબાલાલ, શાળાનાં મંત્રી પટેલ બબાભાઈ પૂંજલદાસ, શાળાનાં આચાર્ય કલ્પનાબેન રમણભાઈ, પ્રાથમિક શાળાનાં આચાર્ય શાહ કેતલબેન, કારોબારી સભ્ય પટેલ અશોકભાઈ મગનદાસ, કારોબારી સભ્ય પટેલ ડાહ્યાભાઈ પૂંજલદાસ, ગામનાં સરપંચ પલ્લવીબેન અરવિંદકુમાર મકવાણા, અરવિંદભાઈ મકવાણા સહિત શ્રી ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

મંજુરી નહીં છતાંય હાર્દિકનો અમદાવાદમાં મેગા રોડ-શો

aapnugujarat

પીએસઆઇ આપઘાત કેસમાં પત્નીના ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગંભીર આરોપ

aapnugujarat

ઘરફોડ ચોરીના મુદામાલ સાથે બે ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1