Aapnu Gujarat
ગુજરાત

રસ્તા બનાવતી વખતે ગુણવત્તા પર વધુ ધ્યાન આપો : હાઇકોર્ટ

અમદાવાદ શહેરના તૂટેલા, બિસ્માર અને ખાડાખૈય્યાવાળા રસ્તાઓના મામલે ગુજરાત હાઇકોર્ટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક રીતે અસરકારક રીતે શહેરના રસ્તાઓ રીપેર કરવા નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન.કારીઆની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને રસ્તાઓની સંખ્યા કે લંબાઇ નહી પરંતુ રસ્તાઓની ગુણવત્તા(કવોલિટી) પર ધ્યાન આપવા ખાસ તાકીદ કરી હતી. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓ પાસે શહેરના રસ્તાઓના કામોની મંજૂરી આપતાં અધિકારીઓના નામો માંગ્યા હતા. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અમ્યુકો સત્તાવાળાઓ રસ્તાઓનું જે કામ કરી રહ્યું છે, તેની પર હાઇકોર્ટની નજર છે. હાઇકોર્ટ મોનીટરીંગ કરે છે, તેથી ધ્યાન રાખજો. હાઇકોર્ટે શહેરમાં જે રસ્તાઓ તૂટયા હતા, તે રસ્તાઓ વિશે શું કામગીરી થઇ ત્યાં પોઇન્ટ ટુ પોઇન્ટ કામગીરીની વિગતો સોંગદનામા પર રજૂ કરવા અમ્યુકોને આદેશ કર્યો હતો.  હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને એવી માર્મિક ટકોર કરી હતી કે, શહેરના બિસ્માર રસ્તાઓના મુદ્દે માત્ર ફુલગુલાબી ચિત્ર રજૂ કરવાથી કામ નહી થાય..પરંતુ રસ્તાઓની વાસ્તિવકતા ધ્યાને લેતાં વધુ સારી કામગીરીની જરૂર છે. શહેરના બિસ્માર રસ્તાઓ અને પ્રજાજનોની હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ તરફથી સીલબંધ કવરમાં પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કુલ ૨૬૦૦ કિલોમીટરના રસ્તા છે. જેમાં વરસાદના કારણે ૨૦૦ કિ.મી જેટલા રસ્તાઓ તૂટયા હતા, જે પૈકી ૧૮ કિ.મી જેટલા રસ્તાઓ ઇફેક્ટ લાયબીલીટીમાં આવતા હતા એટલે કે, કોન્ટ્રાકટોરોની જવાબદારી તેટલા રસ્તામાં જ બનતી હતી. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને મહત્વની ટકોર કરતાં જણાવ્યું કે, રસ્તાઓની સ્થિતમાં પરિવર્તન જરૂર આવ્યું છે પરંતુ હજુ પણ વધુ સારા રસ્તાઓની જરૂર છે. રસ્તાઓની સારી કવોલિટી માટે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવાની કોર્પોરેશને જરૂર છે. દરેક રસ્તાનું કામ કયા કયા કોન્ટ્રકટરને અપાયું તે પોઇન્ટ ટુ પોઇન્ટ રોડના મેઝરમેન્ટ સાથે રજૂ કરવા અમ્યુકોને કોર્ટે તાકીદ કરી હતી. વધુમાં રસ્તાઓની માપણી અને તેના સર્ટિફિકેટ કયા અધિકારીઓએ ઇશ્યુ કર્યા અને કોણ મંજૂરી આપે છે તે અધિકારીઓના નામો પણ રેકર્ડ પર મૂકવા હાઇકોર્ટે અમ્યુકોને હુકમ કર્યો હતો.હાઇકોર્ટે આ સમગ્ર મામલે તા.૪થી ઓકટોબર સુધીમાં જવાબ રજૂ કરવા અમ્યુકો સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. આ અગાઉ અમ્યુકોએ બચાવ રજૂ કર્યો હતો કે, કોર્પોરેશન દ્વારા સપ્તાહ દીઠ રોડ મેપ તૈયાર કરાયો છે, જેમાં તા.૨૫ સપ્ટેમ્બરથી તા.૧લી ઓકટોબર સુધીનો રોડ મેપ તૈયાર  છે અને તે મુજબ કામગીરી કરાશે. જો કોઇ બાબતમાં કચાશ રહી હોય તેનું નિવારણ કરી જરૂરી કામગીરી કરાશે. કોન્ટ્રાકટર્સ માટેની ડિફેક્ટ લાયબેલિટી ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષની કરાશે. રસ્તાઓના કોન્ટ્રાકટની શરતોમાં કડક શરતોનો ઉમેરો કરાશે. (અનુસંધાન નીચેના પાને)

Related posts

અમદાવાદ એરપોર્ટ પર ક્લાસ-2 ઓફિસર ગોલ્ડ સ્મગલિંગમાં ઝડપાયા

aapnugujarat

અમદાવાદમાં અમિત શાહે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો : લોકસભા ચુંટણી અભિયાનનો આરંભ

aapnugujarat

ગાંધીનગર ખાતે ટેક્ષટાઇલ ઇન્ડિયાની સમીક્ષા કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1