Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં અમિત શાહે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો : લોકસભા ચુંટણી અભિયાનનો આરંભ

આજથી અમદાવાદમાં ’મેરા પરિવાર ભાજપા પરિવાર’ અભિયાનનાં શ્રીગણેશ અમિત શાહનાં નિવાસ સ્થાનથી કરવામાં આવ્યાં હતાં. શહેરનાં પંડિત દીનદયાળ હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં અમિત શાહની સામે સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નિતીની પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.અમિત શાહે પોતાનાં સંબોધનની શરૂવાત ભારતમાતાની જય સાથે કરી હતી. તેમણે ગુજરાતમાં ૨૬એ ૨૬ સીટ જીતવાનાં સંકલ્પ કરીને કાર્યકર્તાઓને પણ ભારત માતા કી જયનાં નારા પણ લગાડાવ્યાં હતાં. તેમણે આ કાર્યક્રમમાં જણાવ્યું કે, આજથી બીજેપીએ ૨૦૧૯ની ચૂંટણીનાં પ્રચારની શરૂવાત કરી છે.દેશભરમાં આજે ભાજપનાં ૫ કરોડ કાર્યકર્તાઓ પોતાનાં ઘર પર ભાજપનો ઝંડો લહેરાવીને પોતાનું નરેન્દ્ર મોદી માટેનું સમર્થન જાહેર કરશે. આટલા કાર્યકર્તાઓ તેમના પરિવાર સાથે ભાજપને સમર્થન આપે છે તેનો અર્થ એ છે કે ગત ચૂંટણી કરતાં પણ વધારે મતોથી આ વખતે બીજેપી ચૂંટણી જીતશે. આશરે એક જ કલાકમાં ૯૨ હજાર લોકોએ પોતાનાં ઘર પર ઝંડો ફરકાવીને સમર્થન આપતું ટિ્‌વટ કર્યું છે.તેમણે આગળ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી કાર્યક્રમોથી દેશનાં ૨૨ કરોડ પરિવારને મદદ કરી છે. દેશનાં ૫૦ કરોડ પરિવારોને મોદી કેર આય્ષ્યમાન ભારત અભિયાનથી મદદ કરી છે. હજી ઘણાં લોકો, પરિવારને મહત્વની સુવિધાઓ આપવાની બાકી છે એટલે આ લોકને પણ મદદ મળે તે માટે મોદી સરકારને વોટ આપવા માટે સમજાવવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે.અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ’અત્યારે સોશિયલ મીડિયા પર એક જોક ચાલી રહ્યો છે કે ગઠબંધનની સરકાર આવી તો સપ્તાહનાં દરેક દિવસે અગલ અગલ પીએમ હશે. આટલો મોટો દેશ ગઠબંધનથી કઇ રીતે ચાલી શકે. એક પરિશ્રમી, પ્રાણામિક, ગતિશીલ નેતૃત્વ જો દેશને મળે તો કઇ રીતે દેશને આગળ લઇ જવાય તે અમે કરી બતાવ્યું. કોંગ્રેસ પાસે નેતા નથી કે કોઇ નથી નીતિ.તેમણે તે પણ કહ્યું કે, યુપીએ સરકારે દેવામાફીનાં નામ પર ખેડૂતો સાથે માત્ર મજાક કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા માટે યોજનાઓ બનાવી છે.અમિત શાહે દાવો કર્યો છે કે કોંગ્રેસમાં પ્રધાનમંત્રીની ખુરશી જન્મથી જ રિઝર્વ રહે છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનો કોઈ કાર્યકર્તા આ સર્વોચ્ચ પદ માટે વિચારી પણ શકતો નથી. ભાઈ રાહુલે લગ્ન નથી કર્યો તેથી બહેન પ્રિયંકા રાજનીતિના મેદાનમાં આવી ગઈ. શાહે દાવો કર્યો હતો કે બીજેપીમાં એક સામાન્ય બુથ કાર્યકર્તા પણ પાર્ટીનો અધ્યક્ષ બની શકે છે અને ચા વાળા દેશના પ્રધાનમંત્રી બની શકે છે.અમિત શાહે આહ્વાન કરતાં કહ્યું કે, ’જે રીતે ગુજરાતથી પૂજ્ય ગાંધીબાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા સંગ્રામની શરૂવાત કરી હતી. તે જ રીતે એકવાર ફરી સુશાસન માટે પરિવર્તનની શરૂવાત ગુજરાતથી થવી જોઇએ.’

Related posts

૫ હજાર માટે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાતા ખળભળાટ

aapnugujarat

વેરાવળમાં કારચાલકે રીક્ષાને ટક્કર મારતાં એકનું મોત

aapnugujarat

અમદાવાદમાં સરાજાહેર આધેડની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1