Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સરાજાહેર આધેડની હત્યા

શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના સામે આવી છે. બુધવારની રાત્રી દરમિયાન ખાનપુર વિસ્તારમાં ઉસ્માની મંઝિલ પાસે પૈસાની લેતીદેતી મામલે શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ નામના આરોપીએ સાબીર હુસેન નામના વ્યક્તિની હત્યા કરી નાખી હતી. રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી, જેને લઈને શાહપુર પોલીસ અને કારંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવી છે કે પૈસાની લેતીદેતી મામલે આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રકજક ચાલી રહી હતી જે ગઈકાલે લોહિયાળ સાબિત થઈ અને શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુએ સાબીર હુસેનની બેરહેમી પૂર્વક રસ્તાની વચ્ચોવચ ખુલ્લેઆમ હત્યા કરી નાખી. જેના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હત્યારો મૃતકને ચપ્પુના ઘા મારી હત્યા કરતાની સાથે જ ઘટના સ્થળ પર લોહી લુહાણ થઈ જાય છે.
આ મામલે મૃતકના ભત્રીજાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતક દ્વારા પાંચ વર્ષ પહેલા આરોપી પાસે લગ્ન પ્રસંગ માટે રૂ. ૨૦,૦૦૦ હજાર ના લીધા હતા. તેને અવાર નવાર આરોપી દ્વારા માંગણી કરવામાં આવતી હતી. જેથી ગઈકાલે પૈસા લેવા માટે ખાનપુર વિસ્તારમાં બોલાવ્યો અને તેની હત્યા કરાઈ. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવી છે કે આરોપી સામે અગાઉ પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપીને પકડવા ની તજવીજ પણ હાથ ધરી છે.

Related posts

ચોટીલાની ૩૪થી વધુ શાળાઓમાં પાણીની સુવિધા નથી

aapnugujarat

Culture Camp-2018 at Hare Krishna Mandir, Bhadaj marked an end with Talents Day

aapnugujarat

સિરિયલ બ્લાસ્ટ : ગુજરાત એટીએસે શ્રીલંકાને દોઢ વર્ષ પહેલાં ચેતવ્યાં હતાં

aapnugujarat
UA-96247877-1