Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વાવાઝોડું હોઝે આગામી અઠવાડિયામાં ન્યૂયોર્કમાં ત્રાટકે તેવી શક્યતા

કેટેગરી-૧નું વાવાઝોડું હોઝે યુએસના કેપ હેટરસ આઇલેન્ડ પર ૧૨૮ કિમી/કલાકની ઝડપે ત્રાટકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, બુધવાર સુધી આ વાવાઝોડું લોન્ગ આઇલેન્ડ પર પહોંચશે. શનિવારે એરફોર્સે પ્લેન દ્વારા વાવાઝોડાંના રૂટ વિશે ઇન્વેસ્ટિગેશન કર્યુ હતું.વાવાઝોડું હોઝે હાલ કેપ હેટરસ આઇલેન્ડથી ૭૭૨ કિમી દૂર છે, અહીં ૧૨૮ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.હાલના ટ્રેક અનુસાર, વાવાઝોડું સૌથી પહેલાં લોંગ આઇલેન્ડ પર ત્રાટકે તેવી શક્યતાઓ છે.વાવાઝોડાંની દિશા અને રૂટ વિશે માહિતી માટે એર ફોર્સના હરિકેન હન્ટર પ્લેન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું.જો હોઝે એટલાન્ટિક દરિયાકિનારા તરફના ટ્રેક પર આગળ વધશે તો ટેક્સાસમાં હાર્વે અને ફ્લોરિડામાં ઇરમામાં થયેલાં નુકસાનને બમણું કરશે.વેધર અન્ડરગ્રાઉન્ડનાકો-ફાઉન્ડર જેફ માસ્ટર્સના જણાવ્યા અનુસાર, મંગળવાર અને બુધવાર સુધી વાવાઝોડું હોઝે ન્યૂયોર્ક સીટી પર ત્રાટકવાની ૧૮ ટકા શક્યતાઓ છે.હાલ વાવાઝોડું આગળ વધશે કે નહીં તેને લઇને અવઢવ હોવાના કારણે કોઇ પણ આઇલેન્ડ પર સ્ટ્રોમ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી.શનિવારે એક બુલેટિનમાં નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્‌સના નોર્થ કેરોલિનથી ન્યૂ ઇંગ્લેન્ડના ઇસ્ટ કોસ્ટ વિસ્તારને મોનિટર કરવામાં આવશે.ન્યૂયોર્કથી ફ્લોરિડાના સી-કોસ્ટમાં હોઝે વાવાઝોડાંના પગલે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

Related posts

ફેસબૂક દ્વારા પ્રાઇવસીના ભંગ સામે જર્મની લાલઘૂમ

aapnugujarat

પાપુઆ ન્યૂ ગિની મહિલાઓ માટે દુનિયાનો ‘સૌથી ખતરનાક’ દેશ

aapnugujarat

ટ્રમ્પ બે વર્ષમાં ૮,૦૦૦થી વધુ વખત ખોટું બોલ્યા, રોજ ૬ વાર ગેરમાર્ગે દોર્યા : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1