Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પ બે વર્ષમાં ૮,૦૦૦થી વધુ વખત ખોટું બોલ્યા, રોજ ૬ વાર ગેરમાર્ગે દોર્યા : અહેવાલ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં ૮,૧૫૮ વખત ખોટું બોલ્યા છે અથવા તો ગેરમાર્ગે દોરે તેવા દાવા કરી ચુક્યા છે. એક મીડિયા અહેવાલમાં આ બાબતનો ખુલાસો અમેરિકામાં કરવામાં આવ્યો છે. અમેરિકાના અખબાર ’ વૉશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલમાં જણાવાયું છે કે રાષ્ટ્ર્‌પતિએ પોતાના કાર્યકાળના પ્રથમ વર્ષે પ્રતિદિન એવરેજ છ વખત ગુમરાહ કરનારા દાવા કર્યા છે, જ્યારે બીજા વર્ષે તેમણે ત્રણ ગણી ઝડપે પ્રતિદીન આવા ૧૭ દાવા કર્યા છે.
અખબારે અહેવાલમાં ’ફૅક્ટ ચેકર’ આંકડાને ટાંકીને આ અહેવાલ રજૂ કર્યો છે. ’ફૅક્ટ ચેકર’ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા દરેક શંકાસ્પદ નિવેદનોનું વિશ્લેષણ કરે છે. જેના મુજબ ટ્રમ્પે અત્યારસુધીમાં ૮,૧૫૮ વખત ગુમરાહ કરે તેવા દાવા કર્યા છે. અખબારે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિએ બીજા વર્ષે ૬,૦૦૦થી વધુ વખત આ પ્રકારના દાવાઓ કર્યા છે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પે સૌથી વધુ ખોટા દાવા ઇમિગ્રેશન અંગે કર્યા છે. આ વિષયમાં તેઓ અત્યાર સુધીમાં ૧૪૩૩ વખત ખોટા દાવા કરી ચુક્યા છે, જેમાં પછલા ત્રણ અઠવાડિયા દરમિયાન થયેલા ૩૦૦ દાવાનો સમાવેશ થાય છે.ટ્રમ્પે વિદેશ નીતિ અંગે ૯૦૦ દાવા કર્યા છે, ત્યારબાદ વેપાર અંગે ૮૫૪ અને અર્થવ્યવસ્થા અંગે ૭૯૦, અને નોકરીઓ અંગે ૭૫૫ ખોટા દાવા કર્યા છે.
આ ઉપરાંત અન્ય વિષયોના ૮૯૯ દાવા કર્યા છે. આ દાવામાં મીડિયા અને અને અન્ય લોકોને પોતાના દુશ્મન ગણાવતા લોકો પર કરાયેલા દાવાઓનો સમાવેશ થાય છે.અહેવાલ મુજબ, ટ્રમ્પના કાર્યકાળમાં ૧૧ ટકા સમય એટલે કે ફક્ત ૮૨ દિવસ જ એવા છે, જેમાં ટ્રમ્પે કોઈ દાવો નથી કર્યો. આ દિવસો દરમિયાન ટ્રમ્પ ગોલ્ફ રમવામાં વ્યસ્ત હતા.

Related posts

चीन के सभी युवाओं की दिलचस्पी डोकलाम में नहीं

aapnugujarat

પાપુઆ ન્યૂ ગિની મહિલાઓ માટે દુનિયાનો ‘સૌથી ખતરનાક’ દેશ

aapnugujarat

Russia starts distribution of Sputnik V Covid-19 shot via 70 clinics

editor

Leave a Comment

UA-96247877-1