Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયા પાસે તમામ પ્રકારના ઘાતક હથિયારો

ઉત્તર કોરિયા પોતાની સૈન્ય શક્તિને લઇને અમેરકા, જાપાન સહિત કેટલાક દેશોના ટાર્ગેટ ઉપર છે. ઉત્તર કોરિયાએ અમેરિકાને ધમકી આપી છે કે, તે તેના ઉપર હુમલા કરીને નષ્ટ કરી શકે છે. માત્ર બે સપ્તાહની અંદર જ ઉત્તર કોરિયાએ જાપાન ઉપર બે મિસાઇલોનું ટેસ્ટ કર્યું છે. ઉત્તર કોરિયાએ જાપાન પરથી બે મિસાઇલોના પરીક્ષણ બાદ એક બાજુ વિશ્વના દેશોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે દક્ષિણ કોરિયાએ પણ પોતાની તાકાતને વધારી દીધી છે. આ વર્ષે કેટલાક મિસાઇલ પરીક્ષણથી સ્પષ્ટ થઇ ગયું છે કે, ઉત્તર કોરિયા સફળતાપૂર્વક મિસાઇલ વિકસિત કરી રહ્યું છે. તે લાંબા અંતરો ઉપર ટાર્ગેટ પર પડી શકે છે. ઉત્તર કોરિયાની પાસે ૧૩૦૦ કિલોમીટર સુધી ત્રાટકી શકે તે પ્રકારની નોડોંગ, ૩૫૦૦ કિલોમીટરની ક્ષમતા ધરાવનાર મુસુડન, ૪૫૦૦ કિલોમીટરની રેંજ ધરાવનાર હ્વાસંગ-૧૨, ૮૦૦૦ કિલોમીટરની રેંજ ધરાવનાર હ્વાસંગ-૧૪ મિસાઇલ છે. હજુ પણ મિસાઇલો વિકસિત કરવામાં આવી રહી છે. કેટલાક મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા હજુ બીજી બે મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે. જે પૈકી એક ૧૦૦૦૦ કિલોમીટરની ક્ષમતા ધરાવનાર કેએન-૧૪ અને બીજી ૧૧૫૦૦ કિલોમીટરની ક્ષમતા ધરાવનાર કેએન-૦૮ મિસાઇલ છે. ઉત્તર કોરિયાએ ત્રીજી સપ્ટેમ્બરના દિવસે પરમાણુ પરીક્ષણ કરીને પોતાની શક્તિનો પરિચય આપ્યો હતો. ઉત્તર કોરિયાના દાવા મુજબ તે વર્ષ ૨૦૦૬થી હજુ સુધી કુલ છ પરમાણુ પરીક્ષણ કરી ચુક્યું છે. ત્રીજી સપ્ટેમ્બરના દિવસે હાઈડ્રોજન બોંબના પરીક્ષણથી ૬.૩ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. આ બોંબ ફાટવાના કારણે ૧૦૦થી ૩૭૦ કિલો ટન વચ્ચે ઉર્જા સર્જવાનાની શંકા દર્શાવવામાં આવી છે. આ બોંબ વર્ષ ૧૯૪૫માં હિરોસીમા ઉપર ઝીંકવામાં આવેલા પરમાણુ બોંબ કરતા પણ છ ગણી વધુ શક્તિ ધરાવે છે. ઉત્તર કોરિયાએ ૧૯૮૦ના દશકથી જ પોતાના પરમાણુ કાર્યક્રમ ઉપર કામગીરી શરૂ કરી હતી. આટલું જ નહીં. ઉત્તર કોરિયાના સંરક્ષણ બજેટને લઇને કોઇ માહિતી મળી નથી પરંતુ ઉત્તર કોરિયાની સેનાને દુનિયાની ટોપ સેનાઓમાં ગણવામાં આવી શકે છે. ઉત્તર કોરિયાની સેનામાં આશરે ૧૨ લાખ સૈનિકો છે. તેની પાસે પા ૪૨૦૦ ટેન્ક છે. ૪૧૦૦ બુલેટપ્રુફ અને હથિયાર સાથે સજ્જ વાહનો છે. ૪૩૦૦ તોપ છે. અમેરિકાના અંદાજ મુજબ ઉત્તર કોરિયા છેલ્લા એક દશકથી પોતાના કુલ જીડીપીના એક ચતુર્થાંસ હિસ્સાને સેના ઉપર ખર્ચ કરે છે. ઉત્તર કોરિયાના હવાઇ દળમાં ૪૫૮ યુદ્ધ વિમાનો છે. ૧૦૦ પરિવહન વિમાનો છે. ૨૦૨ હેલિકોપ્ટર છે. ૨૦ યુદ્ધ હેલિકોપ્ટરો છે. તેની પાસે ૭૦ સબમરીન અને ત્રણ યુદ્ધ જહાજ છે. ઉત્તર કોરિયાની પાસે કેમિકલ હથિયારોનો જથ્થો પણ રહેલો છે. તેની પડોશી દક્ષિણ કોરિયાનો દાવો છે કે, ઉત્તર કોરિયાની પાસે ૨૫૦૦થી ૫૦૦૦ મેટ્રિક ટન કેમિકલ હથિયારો છે. આ પ્રકારના કેમિકલ હથિયારોના જથ્થાની સ્થિતિમાં તે વિશ્વના કોઇપણ દેશને હચમચાવી મુકવા માટે પુરતા પ્રમાણમાં છે. અમેરિકા અને વિશ્વના અન્ય દેશોને તેની સામે કાર્યવાહી કરતા પહેલા ખુબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. તેમના કોઇપણ પગલા વિશ્વમાં વિનાશ તરફ દોરી જઇ શકવામાં સક્ષમ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તર કોરિયાએ આજે જાપાન ઉપર મિસાઇલ ઝીંકીને ફરી એકવાર ચર્ચા જગાવી છે. જાપાન ઉપરથી મિસાઇલ છોડીને પ્રશાંત મહાસાગરમાં પરીક્ષણ કર્યા બાદ દુનિયાના દેશો ચોંકી ઉઠ્યા છે. દુનિયાના દેશો હવે કયા પગલા લે શે તેના ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

Related posts

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ટ્રેનથી ચીન પહોંચ્યા

aapnugujarat

પાકિસ્તાનમાં સિંધીઓનું પ્રદર્શન આઝાદ થવાની કરી ઉગ્ર માંગ

aapnugujarat

रूस-भारत के बीच ५० से ज्यादा समझौते हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1