Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં સિંધીઓનું પ્રદર્શન આઝાદ થવાની કરી ઉગ્ર માંગ

પાકિસ્તાનના હૈદરાબાદમાં સિંધપ્રાંતને આઝાદ કરાવવાની માંગ સાથે સિંધી સંગઠનો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને સિંધપ્રાંતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા અત્યાચારોની નોંધ લેવા સંયુક્ત રાષ્ટ્રને નોંધ લેવા અપીલ કરવામાં આવી છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ પાકિસ્તાની સેના અને આઇએસઆઇની કેદમાંથી સિંધી રાજકીય કાર્યકર્તાઓને છોડાવવાનો હતો.
આ પ્રદર્શનમાં યુવાનો, મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા. આપને જણાવી દઈ કે, જીય સિંધ મુત્તાહિદા મહાજના કાર્યકર્તાઓએ સિંધ વિશ્વવિદ્યાલયથી જિલ્લાપ્રેસ ક્લબ હૈદરાબાદ સુધી રેલીનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શનમાં ૧૯૪૮માં અંગ્રેજો દ્વારા સિંધ પ્રાંતને સંપુર્ણ સ્વતંત્રતા આપવાના બેનરને દર્શાવવામાં આવ્યા હતા. વધુમાં સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવ અધિકાર સંગઠનોને આગ્રહ કરવામાં આવ્યો છે કે, તેઓ પાકિસ્તાન પર દબાણ લાવે અને તેને નોટિસ મોકલાવે.જીય સિંધ મુત્તાહિદા મહાજનાઅધ્યક્ષ શફી બર્ફટે કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા બળ પ્રયોગ અને અત્યાચારની નિંદા કરી હતી અને જણાવ્યું કે, પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતો બળ પ્રયોગ માનવાધિકારનું ઉલ્લંઘન છે, અને કાર્યકર્તાઓને અભિવ્યક્તિની કોઈ પ્રકારની આઝાદી નથી. વધુમાં શફીએ જણાવ્યું કે, સિંધી રાજકીય કાર્યકરોને પાકિસ્તાની સેના દ્વારા પરેશાન કરવામાં આવે છે અને સેનાનો વિરોધ કરવા પર તેમનું અપહરણ કરી તેમની હત્યા કરવામાં આવે છે.

Related posts

હેડલી ઉપર હુમલો

aapnugujarat

Unprecedented threat from intolerance, violent extremism and terrorism” that affects every country : UN Chief warns

aapnugujarat

પાકિસ્તાન ઈઝરાયેલ સાથે કોઈ કરાર નહીં કરે : ઈમરાન ખાન

editor

Leave a Comment

UA-96247877-1