Aapnu Gujarat
રાષ્ટ્રીય

બચત કરવાનાં મામલામાં મહિલા પુરૂષોથી આગળ

કારોબારને સમજવામાં અને બચત કરવાના મામલે મહિલાઓ પુરૂષો કરતા ખુબ આગળ રહી છે. હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ સર્વે અને અભ્યાસમાં આ મુજબની મહત્વની બાબત સપાટીપર આવી છે. પ્લેસિગ રિયલ્ટી ઇન ડિજિટલ ઇકોસિસ્ટમના એક નવા સર્વેમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ૭૨ ટકા ગ્રામીણ મહિલા બેકિંગ સંસ્થાઓમાં પૈસા જમા કરવાનુ વધારે પસંદ કરે છે. સાથે સાથે તેમને કારોબાર શરૂ કરવા અને ચલાવવા માટે પુરૂષો કરતા વધારે માહિતી ધરાવે છે. મહિલાઓ આ મામલે પુરૂષો કરતા આગળ છે. સર્વેમાં આ બાબત પણ સપાટી પર આવી છે કે બેંક ખાતાના ઉપયોગ અને તેમાં જમા બેલન્સ ખાતા ધારકોના વેપાર પર નિર્ભર કરે છે. સર્વેમાં સામેલ ૫૦ ટકા મહિલાઓએ પોતાની બચતની રકમને બેંકોમાં જમા કરવાનુ પસંદ કરે છે તે બાબત સપાટી પર આવી છે. આશરે ૪૮ ટકા મહિલાઓ બેંકોમાં પૈસા જમા કરવાની બાબતને પોતાની પ્રથમ પસંદગી તરીકે ગણે છ. આની બિલકુલ વિરુદ્ધમાં પુરૂષો ઘરમાં જ પોતાની જમા રકમ રાખવાનુ પસંદ કરે છે. સર્વેમાં જાણવા મળ્યુ છે કે મહિલાઓની ઓળખ નાણાંકીય સેવાઓ સુધી હોવાના કારણે ઘરમાં વધારે બચત થાય છે. નાણાંકીય પરેશાનીથી બહાર નિકળવામા મહિલાઓ વધારે કુશળ હોય છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે જો મહિલાઓને યોગ્ય રીતે આના માટે ટ્રેનિંગ આપવામાં આવે તો તે સરકારના ડિજિટલ ફાયનાન્સિયલ ઇન્ક્લુશનને વધારે ગતિ આપવામાં ભૂમિકા અદા કરી શકે છે. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ સ્માર્ટ સિટી અને સ્કિલ ઇન્ડિયામાં મહિલાઓ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. આ તમામ મહાકાય અભિયાનમાં મહિલાઓનો સમાવેશ વધારે સારા પરિણામ આપી શકે છે. સર્વેમાં સામેલ મહિલાઓ કહે છે કે ડિજીટલ સમાવેશમાં ત્રણ બાબતોને સામેલ કરવામાં આવે તે જરૂરી છે. નવી ટેકનોલોજી, ટેકનોલોજીનો સમાવેશ અને અપગ્રેડશનનો સમાવેશ થાય છે. હાલમાં સર્વેને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે.

Related posts

शासन के क्षेत्र में आउटकम बजट को सफलतापूर्वक लागू करना आप सरकार की बड़ी उपलब्धि : मनीष सिसोदिया

aapnugujarat

ટીએમસીના બે ધારાસભ્ય, ૫૦ કાઉન્સિલર ભાજપમાં ઇન

aapnugujarat

“In 6-7 months, we will have capacity to vaccinate about 30 crore people” : Union Min. Harsh Vardhan

editor

Leave a Comment

UA-96247877-1