Aapnu Gujarat
ગુજરાત

કોર્પોરેટરો ભ્રષ્ટ અધિકારીઓની યાદી રજુ કરવામાં ફ્લોપ રહ્યાં

દરેક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળતી સામાન્ય માસિક બેઠક સમયે એકબીજાને હોંકારા-પડકારા કરતા રહેતા કોર્પોરેટરો ૯૦ દિવસ પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓની યાદી રજુ કરવામા નિષ્ફળ રહ્યા છે એટલુ જ નહી પરંતુ તુટેલા રસ્તાઓ મામલે માત્ર ત્રણ રોડ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામા આવ્યા છે.૯૦ દિવસમા એક પણ ઈજનેર કે રોડ પ્રોજેકટના અધિકારીને શો-કોઝ નોટિસ સુધ્ધા આપવામા આવી નથી.આ અંગેની વિગત એવી છે કે,જુલાઈ માસમા અમદાવાદ શહેરમા પડેલા ભારે વરસાદને પગલે શહેરના છ ઝોનમા આવેલા મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ મળીને કુલ ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામતા ૨૯ જુલાઈના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય બેઠકમાં વિપક્ષ દ્વારા આ મામલે ભારે હોબાળો મચાવવામા આવ્યા બાદ ખુદ મેયર ગૌતમ શાહને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.બીજી તરફ શહેરના પૂર્વ મેયર અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને સંબોધતા કહ્યુ કે,જે પ્રમાણે ઉત્તરપ્રદેશ સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઘેર બેસાડી દીધા એ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા પણ ૨૦-૨૫ અધિકારીઓને ઘેર બેસાડી દો બધુ આપોઆપ સુધરી જશે.આ અગાઉની બોર્ડ બેઠકમાં ભાજપના પૂર્વનેતા દ્વારા તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી હોવાનુ ગૃહમા કહ્યુ હતુ જે યાદ દેવડાવવામા આવતા આવા અધિકારીઓની મ્યુનિસિપલ કમિશનરને આપીશ એમ પણ કહ્યુ હતુ.આ જાહેરાતને ૯૦ દિવસ જેટલો સમય પસાર થઈ ગયો હોવાછતાં આજદિન સુધી અમદાવાદ શહેરમા તુટેલા ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ મામલે એક પણ ઈજનેરને નોટિસ સુધ્ધા આપીને પણ મ્યુનિસિપલ કમિશનરે ખુલાસો માગ્યો નથી.ઉપરથી છેલ્લે ૧૦ ઓગસ્ટના રોજ મળેલી કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમા શહેરમા રોડ બનાવનારા ત્રણ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામા આવ્યા બાદ વધુ એક પણ કોન્ટ્રાકટર સામે પણ કાર્યવાહી કરવામા આવી નથી.આટલુ ઓછુ હોય એમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમા જે વિજિલન્સની તપાસનો અહેવાલ રજુ કરવામા આવ્યો એમા પણ હજુ તપાસ ચાલી રહી હોવાનુ કારણ આગળ ધરીને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો હોવાનુ મ્યુનિસિપલ તંત્રના સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

Related posts

ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક થઈ

aapnugujarat

કોંગ્રેસ એ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે : નરેન્દ્ર મોદી

aapnugujarat

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1