Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક થઈ

ગુજરાતમાં ચૂંટણી ટાણે કોંગ્રેસની સ્થિતિ કફોડી થઈ રહી છે. આજે કોંગ્રેસમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામુ આપી દીધું છે. વિશ્વનાથના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પરંતુ બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ ગણતરીના કલાકોમાં હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખની બાગડોર સોંપી છે.
હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ ખાલી પડેલી જગ્યા પર હરપાલસિંહ ચુડાસમાની નિમણુંક કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી રહી છે. યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે. રાજીનામુ આપતા તેમણે કોંગ્રેસ પર મોટો આક્ષેપ મૂક્યો કે, ૧.૭૦ કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. સાથે જ તેમણે પરિવારવાદ અંગે લઈને વિશ્વનાથ વાઘેલાએ આરોપ આપ્યો છે.
કોંગ્રેસમાં ફરી એકવાર પરિવારવાદનો મુદ્દો સળગ્યો છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકો સમાન છે. સાથે જ વિશ્વનાથ વાઘેલાના ભાજપમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે. રાજીનામુ આપીને વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર મોટા આરોપ મૂક્યા છે. વિશ્વનાથ વાઘેલાએ આરોપ કર્યાં કે, કોંગ્રેસ પરિવારની ભક્તિ કરવા માટે છે. હાલની કોંગ્રેસ દેશની સેવા માટે નથી. ૧.૭૦ કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. છતાં હું સિનિયર નેતાના આંતરિક જૂથવાદનો ભોગ બન્યો છું. યુવાનો માટે કોંગ્રેસમાં કોઈ જગ્યા નથી.

Related posts

આચારસંહિતના ભંગ સંદર્ભે પંચ દ્વારા મોદીને ક્લિનચીટ

aapnugujarat

વાળંદ સમાજ દ્વારા કેશકલા બોર્ડની સ્થાપના કરવાની માંગ

aapnugujarat

ગુજરાતની ૨૬માંથી ૧૩ બેઠકો જીતવા કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1