Aapnu Gujarat
ગુજરાત

વિધાનસભા ચૂંટણીને લઈને છોટાઉદેપુર કોંગ્રેસમાં વિખવાદ

ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતિવાદ, પરિવારવાદ સામે આવી રહ્યો છે. જેને કારણે ચૂંટણીના માહોલમાં વધુ ગરમાવો આવી રહ્યો છે. છોટાઉદેપુર કૉંગ્રેસની અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને વિખવાદ ઉભો થયો છે. ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પોતાના પુત્રને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી છે. તો સાથે જ નારણ રાઠવા દ્વારા કોઈ પણ ચૂંટણી નહી લડવાની નિવૃત્તિ જાહેર કરી છે.
સાંસદ નારણ રાઠવાએ પોતાના દીકરાને છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવાની માંગ કરી છે. નારાણ રાઠવાએ કહ્યું કે, સુખરામ રાઠવા નિવૃત્તિ લે અથવા લોકસભા લડે અને પોતાના જમાઈ રાજેન્દ્ર રાઠવાને વિધાનસભાની ટિકિટ આપીને લડાવે. હું આજે જ નિવૃત્તિ જાહેર કરું છું, હું પણ આગામી લોકસભા અથવા રાજ્યસભાની ચૂંટણી નહિ લડું, યુવાઓને તક આપો. અગાઉ મોહનસિંહ રાઠવાએ બે વખત કમિટમેન્ટ આપ્યું હતું, જેને લઇને અમે બે વખત વિધાનસભામાંથી ખસી ગયા હતા.
છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે. મોહનસિંહ રાઠવા ૧૯૭૨-૯૦ સુધી, ૧૯૯૦-૯૭ સુધી, ૧૯૯૮-૨૦૦૨, ૨૦૦૭ થી ૨૦૨૨ સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનુ આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડ્યો.

Related posts

વિભાવરીબેન દવે હસ્તે કોરોના માટે સમર્પિત વાહનોનું લોકાર્પણ

editor

दुनिया का पहला लग्जीरियस ‘क्रिप्टो’ क्रूज शिप होगा कबाड़ में तब्दील, गुजरात आने के लिए हुआ रवाना

editor

દેઉસણામાં પત્નીએ પતિની હત્યા કરતાં સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1