Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યમુના નદીમાં નૌકા પલટી જતા ૨૦ લોકોનાં મોત થયાં

ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં યમુના નદીમાં નૌકા ઉંઘી વળી જતા ઓછામા ંઓછા ૨૦ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ડુબી ગયા છે. અન્ય ડુબી ગયેલા લોકોને શોધી કાઢવાની કામગીરી ચાલી રહી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આ નૌકામાં ૬૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. હજુ સુધી ૨૦ લોકોના મૃતદેહો હાથ લાગ્યા છે. બીજી બાજુ બાગપતના ડીએમે માહિતી આપતા કહ્યુ છે કે નૌકા દુર્ઘટનામાં હજુ ુસધી એક વ્યક્તિના મોતની માહિતી મળી છે. મોતને લઇને વિરોધાભાસી હેવાલ હજુ સુધી મળી રહ્યા છે. પોલીસે તમામ નિષ્ણાત લોકોનુ મદદ બચાવ કામગીરી માટે લીધી છે. નૌકા બનાવના કારણે ઘાયલ થયેલા અને બચાવી લેવામાં આવેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે.બાગપત જિલ્લા હોસ્પિટલમાં અને ગંભીર રીતે ઘાયલ લોકોને મેરઠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ સમગ્ર બનાવ અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ. સાથે સાથે વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. બાગપત જિલ્લા હેડક્વાટર્સથી આશરે છ કિલોમીટરના અંતરે આ બનાવ બન્યો હતો. નૌકામાં વધારે પડતા લોકો હોવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકો પૈકી કેટલાકની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં તેજપાલ, રામપાલ, સુનિલ, નીરજ, ઇલિયાસ, મુનેશ, રાજો, જુબેદા,. મોહસિના અને શમાનો સમાવેશ થાય છે. બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઇ ગયા હતા. તાજેતરના સમયની આ સૌથી મોટી ઘટના છે. બાગપતમાં લોકોથી ભરચક બોટ ઉંઘી વળી જવાની ઘટના અંગે જાણ થયા બાદ બચાવ અને રાહત કામગીરીને લઇને પણ સરવાર પરિસ્થિતી પર નજર રાખી રહી છે. મોતનો આંકડો વધી શકે છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપતા દેખાઇ રહ્યા છે.

Related posts

Sankashti Chaturthi 2022: આવતીકાલે સંકષ્ટી ચતુર્થીના દિવસે ન કરો આ કામ, જાણો શુભ મુહૂર્ત

aapnugujarat

पश्चिम बंगाल ने परिवर्तन का मन बना लिया है : PM मोदी

editor

યોગી ઇફેક્ટ : હવે પ્રોફેશનલ અપરાધીઓમાં દહેશત ફેલાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1