Aapnu Gujarat
ગુજરાત

કૃષ્ણનગરમાં ચેઈન સ્નેચિંગ

બાઇક પર પાછળ બેઠેલી વધુ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ચેઇન સ્નેચરો પલાયન થઇ ગયા હોવાનો કિસ્સા કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હવે બાઇક કે ટુ વ્હીલ પર પાછળ બેઠેલી મહિલાઓના ગળામાંથી સોનાના અછોડા તોડવાની ઘટનાઓ વધી રહી છે. ચેઇન સ્નેચરો હવે પાછળ બેઠેલી મહિલાઓને તેમની લૂંટનો સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. જયારે અન્ય એક બનાવમાં બાપુનગર વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડાઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં અમરદીપ સોસાયટીની પાછળ આવેલ માધવ એવન્યુ ખાતે રહેતા વીરલ સુરેશભાઇ કુટમલ તેમની બાઇક પર તેમના મમ્મીને બેસાડીને કૃષ્ણનગર નોબલસ્કૂલ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ અચાનક જ વીરલભાઇના મમ્મીના ગળામાંથી રૂ.૭૦ હજારની કિંમતની સોનાની ચેઇન ખેંચી તોડી પળવારમાં જ પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે વીરલભાઇએ કૃષ્ણનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે બાપુનગર વિસ્તારમાં વાડીલાલ પાર્ક ખાતે રહેતાં રમીલાબહેન મહેશભાઇ પટેલ ગઇકાલે સાંજે તેમના ઘરના નાકા આગળથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી રૂ.૨૦હજારની કિંમતનો સોનાનો અછોડો તોડી નાસી છૂટયા હતા. બંને બનાવો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય

aapnugujarat

મહેસાણામા 38122 લોકોએ કોરોના વેકસીન લીધી

editor

રિપિટ થિયેરી : ગુજરાતમાં જુના ચહેરાઓને તક અપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1