Aapnu Gujarat
Uncategorized

મોદીના કારણે કાશ્મીરમાં ત્રાસવાદ વધ્યો છે : અમેરિકી યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનું સંબોધન

અમેરિકાની યાત્રાએ પહોચેલા કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બકર્લી યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં જુદા જુદા મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. લોકોના પ્રશ્નોના જવાબમાં રાહુલ ગાધીએ કોંગ્રેસ પાર્ટીના પતન માટેના કારણો પણ રજૂ કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં પાર્ટીની શરમજનક હાર માટેના કારણ અંગે પુછવામાં આવતા રાહુલે કહ્યુ હતુ કે પાર્ટી અહંકારી પાર્ટી બની ગઇ હતી. તેમણે કબુલાત કરી હતી કે વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસ પાર્ટીને ઘમંડ થઇ ગયો હતો. અને કોંગ્રેસ પાર્ટીએ લોકો સાથે વાતચીત કરવાનુ બંધ કરી દીધુ હતુ. રાહુલે કાશ્મીરમાં હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કાશ્મીરમાં ત્રાસવાદીઓના વધતા હુમલા માટે કેન્દ્રની મોદી સરકાર જવાબદાર છે. રાહુલે કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદી હુમલા વધી રહ્યા છે. વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, કાશ્મીરની રાજનીતિમાં યુવાઓને આગળ લાવવા પીડીપીની ભૂમિકા રહેલી છે પરંતુ જે દિવસથી મોદીએ પીડીપીની રચના કરી છે ત્યારથી પીડીપી બરબાદ છે. મોદીએ ખીણમાં ત્રાસવાદીઓને ફરી સક્રિય થવાની તક આપી છે. કાશ્મીરમાં હાલમાં હિંસા વધી રહી છે. રાહુલ ગાંધીએ ભાજપની સોશિયલ મિડિયા વિંગ ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ભાજપની એક મશીનરી છે જ્યાં ૧૦૦૦ લોકો કોમ્પ્યુટર ઉપર બેઠા છે જે તમામ અંગે માહિતી આપે છે. ખુબ જ શક્તિશાળી મશીનરી છે. આ લોકો તેમના અંગે અપમાનજનક બાબતો ફેલાવે છે. આ ઓપરેશન એ મહાનુભાવ ચલાવે છે જે દેશ ચલાવી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, તેઓ પર્દા પાછળ નવ વર્ષ સુધી મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ, જયરામ રમેશ, અન્ય નેતાઓ સાથે કાશ્મીર મુદ્દા ઉપર કામ કરી રહ્યા હતા. જ્યારે તેઓએ શરૂઆત કરી ત્યારે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ ચરમસીમા ઉપર હતી પરંતુ જ્યારે કામ પૂર્ણ થયું ત્યારે શાંતિ સ્થાપિત થઇ હતી. આતંકવાદની કમર તોડી નાંખવામાં આવી હતી. શીખ સમુદાયની સાથે થયેલી હિંસાના સંદર્ભમાં પુછવામાં આવતા રાહુલે કહ્યું હતું કે, તેમના દાદી ઇન્દિરા ગાંધી શીખ સમુદાયના લોકોને ખુબ પસંદ કરતા હતા. એક સમયે તેમના ઘરમાં પણ શીખ સમુદાયના લોકો ખુબ મોટી સંખ્યામાં હતા. હિંસાના કારણે જ પોતાની દાદી અને મોડેથી પિતાને ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં જો હિંસાના પ્રભાવને સમજીશું નહીં તો અન્ય કોઇ સમજી શકસે નહીં. રાહુલે નોટબંધીના નિર્ણયની પણ ટિકા કરી હતી. નોટબંધીનો નિર્ણય અમલી કરતી વેળા ચીફ ઇકોનોમીક એડવાઈઝર અથવા તો સંસદ સુધીની સલાહ લેવામાં આવી ન હતી. નોટબંધીના કારણે જીડીપીને બે ટકાનો ફટકો પડ્યો છે. ભારતમાં નવી નોકરીઓ ઉભી થઇ રહી નથી. આર્થિક વિકાસની ગતિ પણ આગળ વધી રહી નથી. અર્થવ્યવસ્થાને લઇને કેટલાક ખોટા નિર્ણયના લીધે ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. અમેરિકી યુનિવર્સિટીમાં રાહુલે ભારતીય સમય મુજબ આજે સવારે સંબોધન કર્યું હતું. રાહુલે ભારતની તાકાત અંગે માહિતી આપી હતી. દેશના વિકાસને લઇને પોતાની કુશળતાની વાત કરી હતી. દેશમાં સાંપ્રદાયિક અને ધ્રુવીકરણ કરનાર તાકાતો માથું ઉચકી રહી છે. ધ્રુવીકરણથી દેશને ખતરો છે. જીએસટી વ્યવસ્થા લાગૂ કરવાથી અર્થતંત્રને નુકસાન થયું છે. પાર્ટીમાં વંશવાદના પ્રશ્ન ઉપર રાહુલે કહ્યું હતું કે, સમગ્ર દેશ આ રીતે ચાલી રહ્યો છે. સપાના વડા અખિલેશ યાદવ, ડીએમકેના નેતા સ્ટાલિનથી લઇને અભિનેતા અભિષેક બચ્ચનની વાત કરી હતી.

 

Related posts

સુજલામ સુફલામ સૌથી મોટું જળ અભિયાન બન્યું : રૂપાણી

aapnugujarat

સુરતમાં ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

editor

સિંહ-સિંહણના મોત મામલે તપાસનો દોર શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1