Aapnu Gujarat
Uncategorized

સુજલામ સુફલામ સૌથી મોટું જળ અભિયાન બન્યું : રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ કે સુજલામ સુફલામ જળ અભિયાન એ દેશનું સૌથી મોટું જળ અભિયાન બની રહ્યુ છે ગુજરાત આ મહાઅભિયાન દ્વારા દેશને જળ સમૃદ્વિનો નવો પર્થ દર્શાવશે વિજયભાઈ રૂપાણી બાર જયોર્તિલીંગના પ્રથમ એવા સોમનાથ મહાદેવના ધામ સોમનાથ ખાતે ત્રિવેણી સંગમમાં હિરણ નદીના કાંપને દૂર કરી ગીર સોમનાથ જિલ્લામાં જળ અભિયાનમાં જોડાયા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં વધુ કહ્યુ હતુ કે, ભોળાનાથે જીવસૃષ્ટિના કલ્યાણ માટે ગંગાનું અવતરણ કર્યુ હતુ એ જ સોમનાથદાદાના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ ખાતે હિરણ નદીના પવિત્ર પ્રવાહને પુનઃજીવીત કરવામાં આવી રહ્યો છે તે એક આનંદનો અવસર છે મુખ્યમંત્રીએ ગુજરાતમાં પાણીની તંગી દુષ્કાળ કે ભૂતકાળ અને રાજય પાણીદાર થાય તે માટે સરકાર દ્વારા કરાયેલા નક્કર આયોજનની રૂપરેખા આપતા કહ્યુ હતુ કે દરિયાના ખારા પાણીને શુદ્વ કરી તેનો વપરાશ કરવા આગામી સમયમાં સૌરાષ્ટના દરિયા કાંઠે રૂ.૮૦૦ કરોડનો પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યો છે ગીર સોમનાથ જિલ્લા સહિતના સૌરાષ્ટ્રના દરિયા કાંઠના વિભાગોને આ ડીસલીનેશન પ્લાન્ટનો લાભ મળાવાનો છે. વોટર રીસાઈકલીંગના બહુ આયામી પ્રોજેકટની ભૂમિકા આપતા મુખ્યમંત્રી કહ્ય હતુ કે, ગટરના પાણીનો પુનઃ ઉપયોગ થઈ શકે અને ઉધોગોની પાીણીની જરૂરિયાત પુરી પાડી શકાય તે માટે ડ્રેનેજ રીસાયકલીંગ યોજના આગામી મહિને જાહેર કરાશે સુજલામ-સુફલામ જળ અભિયાન લોક સહયોગને લીધે આગળ ધપી રહ્યુ છે તેમ જણાવી હાલ રાજયમાં ૧૩ હજાર તળાવો ઉંડા કરવા, ૬ હજારથી વધુુ જેસીબી અને ૧૨ હજારથી વધુ ટ્રેકટર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે આ અભિયાનમાં ૧૧ હજાર લાખ ઘનફુટ માટીકાંપ દૂર થતાં સૌથી વધુ જળ સંગ્રહ ક્ષમતા ઉભી થશે તેમ તેમણે જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને જળ સંચય અભિયાનમાં માટીકાંપ ખેતરમાં નાંખી જમીનને ફળદ્વપ કરવા અને ટપક સિંચાયનો ઉપયોગ કરવા તથા ગામે ગામ વરસાદના પાણીને બચાવવા આહવાન કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે કલેકટર અજય પ્રકાશે સ્વાગત પ્રવચન કરપતા કહ્યુ હતુ કે, જિલ્લામાં જળ સંચયના ૨૧૯ કામો હાથ ધરવાનું આયોજન છે તે પૈકી હાલ ૭૨ કામો કાર્યરત છે ત્રિવેણી ઘાટ ખાતે દોઢ લાખ ઘનફુટ માટીકાંપ સરકાર અને અંબુજા ફાઉન્ડેશનની લોક ભાગીદારી દૂર કરાશે જિલ્લામાં જળ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે તેમ કહ્યુ હતું આ પ્રસંગે રાજયસભામાં સાંસદ ચુનીભાઈ ગોહિલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, કિશોરભાઈ કહુડા, પૂર્વમંત્રી જશાભાઈ બારડ, વેરાવળ નગરપાલિકાના પ્રુમખ જગદીશભાઈ ફોફંડી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, સોમનાથ મંદિરના ટ્રસ્ડી જે.ડી. પરમાર, અગ્રણી સંજયભાઈ રૂપારેલીયા, સરમણભાઈ સોલંકી, કલેકટર અજય પ્રકાશ, ડી.ડી.ઓ શર્મા, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર, ક્ષાર અકુંશ વિભાગના અધીક્ષક ઈજનેર એસ.એન.રાવ, કાર્યપાલક ઈજનેર ઝાલા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભાવનગરમાં કૃષિ બિલનાં સમર્થનમાં ભાજપની સહી ઝુંબેશ

editor

હવે આસાનીથી મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન

editor

લીંબડી શાળા નં. ૬ના બાંધકામમાં ભષ્ટાચાર થયાનો આક્ષેપ

editor

Leave a Comment

UA-96247877-1