Aapnu Gujarat
રમતગમત

હવે જોકોવિક ઓલટાઇમનો હાઇએસ્ટ પેઇડ ટેનિસ સ્ટાર

ટેનિસમાં સૌથી વધુ કમાણી કરનાર ઓલટાઇમ ટેનિસ સ્ટારની યાદીમાં સર્બિયાનો નોવાક જોકોવિક પ્રથમ સ્થાન પર છે. જોકોવિક છેલ્લા ઘણા સમયથી ફ્લોપ રહ્યો હોવા છતાં જોરદાર કમાણી કરી રહ્યો છે. પુરૂષોની ટેનિસમાં રોજર ફેડરર સૌથી લોકપ્રિય ચહેરા તરીકે ચોક્કસપણે રહ્યો છે. જો કે કમાણીના મામલે નોવાક આગળ રહ્યો છે. નોવાક જોકોવિકની કમાણી ૧૦૯.૮ મિલિયન ડોલરની આસપાસ રહી છે. જ્યારે રોજર ફેડરરની કમાણી ૧૦૭.૦૭ મિલિયન ડોલરની રહી છે. ત્રીજા સ્થાન પર રાફેલ નડાલ રહ્યો છે. સૌથી વધુ કમાણી કરનાર ટેનિસ સ્ટારની ઓલ ટાઇમ યાદીમાં એન્ડી મરે, પીટ સામ્પ્રસ, વિનસ વિલિયમ્સ, મારિયા શારાપોવા, આન્દ્રે અગાસી અને ડેવિડ ફેરર સામેલ છે. આશ્ચર્યજનક રીતે યાદીમાં પોતાના સમયમાં ટેનિસ જગતમાં ભારે લોકપ્રિયતા મેળવી લેનાર સ્ટીફન એડબર્ગ અને બોરિસ બેકરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મહિલા વર્ગમાં યાદીમાં સ્ટેફી ગ્રાફ પણ સ્થાન મેળવી શકી નથી. ન્યુયોર્કમાં રમાયેલી હાલમાં યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સૌથી મોટી ઇનામી રકમ આપવામાં આવી હતી. હાલમાં યુએસ ઓપન ટેનિસમાં વિજેતા બનેલા સિગલ્સ ખેલાડીને ૩.૭ મિલિયન ડોલરની રકમ આપવામાં આવી હતી. આ વખતે પુરૂષ અને મહિલા સિગલ્સ વિજેતાને એક સાથે રકમ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે રોમાંચ વગરની યુએસ ઓપન ફાઇનલ મેચમાં નડાલે કેવિન એન્ડરસન પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩ અને ૬-૪થી જીત મેળવી હતી. આ મેચ એક તરફી રહી હતી. અનેક અપસેટ સર્જીને ફાઇનલમાં પહોંચેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડી પાસેથી સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ તે ફ્લોપ રહ્યો હતો. બીજી બાજુ સ્પેનિશ નંબર વન ખેલાડી નડાલે ધરખમ દેખાવ કર્યો હતો. તે ચોથી વખત યુએસ ઓપનની ફાઇનલમાં રમી રહ્યો હતો. અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમા ંમાર્ટિના હિન્ગીસે જોરદાર ઇતિહાસ સર્જયો છે. હિન્ગીસે યુએસ ઓપનમાં મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સનો તાજ જીતી જવામાં સફળતા મેળવી છે.બીજી બાજુ મહિલા સિગલ્સનો તાજ અમેરિકન બ્યુટી સ્લોઆન સ્ટેફેન્સે જીતી લીધો હતો. બીજી બાજુ મહિલા વર્ગમાં શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરેલી અમેરિકાની સ્લોઆન સ્ટેફન્સે મેડિસન કી ઉપર ૬-૩, ૬-૦થી સીધા સેટોમાં એક કલાક અને એક મિનિટની મેચમાં જીત મેળવી હતી. નવા ખેલાડી પણ હવે ઉભરી રહ્યા છે. જે સારા સંકેત તરીકે છે.

Related posts

આઈપીએલ ૨૦૨૦ની સફળતા માટે શાસ્ત્રીએ ગાંગુલી સિવાય બધાને પાઠવી શુભકામના

editor

न्यूजीलैंड के खिलाफ टेस्ट सीरीज के लिए श्रीलंका टीम का एलान

aapnugujarat

IPL में जगह नहीं मिलने से निराश नहीं होता, अमला जैसे खिलाड़ी भी नहीं बिके : पुजारा

editor

Leave a Comment

UA-96247877-1