Aapnu Gujarat
બ્લોગ

ઝેર કોને કહેવાય ?? ચાણક્ય એ સરસ અને સચોટ જવાબ આપ્યો

જીંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તે ઝેર કહેવાય.
ભલે પછી તે તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય, અભિમાન હોય, પ્રેમ હોય, પ્રસંશા હોય, નફરત હોય કે પછી અમૃત.
__________
“સમય” પણ શીખવે છે
અને
“શિક્ષક” પણ શીખવે છે,,

બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,
“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે…
અને
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે
__________
દરેક વસ્તુની કિંમત સમય
આવે ત્યારે જ થાય …..

જુઓ ને,
મફતમાં મળતો ઓક્સિજન
હોસ્પિટલમાં કેવો વેચાય છે…
__________
“જીભ પરની ઈજા” સૌથી
પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ
સાયન્સ કહે છે.।
પણ.
“જીભથી થયેલી ઈજા”
જીવનભર રુઝાતી નથી એવું
અનુભવ કહે છે।
__________

ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરવી
કેમકે
કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે….

Related posts

શિયાળામાં હોઠની કાળજી

aapnugujarat

ખેડૂતોને રાજી કરવાના ખેલ

aapnugujarat

BEAUTIFUL LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1