Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મેક્સિકો ધરતીકંપમાં મોતનો આંકડો વધી ૧૧૦ થયો

મેક્સિકોમાં આવેલા સદીના સૌથી શક્તિશાળી અને વિનાશકારી ધરતીકંપમાં મોતનો આંકડો વધીને આજે ૧૧૦ ઉપર પહોંચ્યો હતો. મોતનો આંકડો હજુ પણ વધુ ઉપર જઇ શકે છે. કારણ કે મોટી સંખ્યામાં હજુ પણ લોકો લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. દક્ષિણી ઓક્સાકા પ્રાંતમાં ૯૦ લોકોના મોત થઇ ચુક્યા છે. આ ઉપરાંત અન્ય પ્રાંતોમાં પણ ખુવારી થઇ હોવાના અહેવાલ મળ્યા છે. ચિયાપાસમાં ૧૫ લોકોના મોત થયા છે. ગુરુવારે ૮.૧ની તીવ્રતાનો પ્રચંડ આંચકો આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઇમારતો અને મકાનો ધરાશાયી થઇ ગયા હતા. આફ્ટરશોક્સનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામા ંઆવી છે. આ ભૂકંપ ગુરુવારે રાત્રે પ્રશાંત ક્ષેત્રના દરિયા કાઠાના વિસ્તારોમાં અનુભવાયા બાદ ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. ઓક્સાકા પ્રાંતમાં સૌથી વધારે નુકસાન થયુ છે. અહીં ૯૦થી વધારે લોકોના મોત થઇ ગયા છે. દક્ષિણી પૂર્વીય પ્રશાંત દરિયા કાઠાના રાજ્ય ઓક્સાકા અને ચિયાપાસમાં સૌથી વધારે નુકસાન થયુ છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હજુ પણ જારી રહી છે. કાટમાળ હેઠળથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કાટમાળ હેઠળથી હવે કોઇ વ્યક્તિ જીવિત નિકળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ૧૦૦૦૦ મકાનો અને ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. મેક્સિકોના ભૂકંપ સંબંધિત વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે ભૂકંપ દક્ષિણી ચિયાપાસ રાજ્યના દરિયા કાઠાના શહેર તોનાલાથી આશરે ૧૦૦ કિલોમીટરના અંતરે સ્થિત હતુ. સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૧.૪૯ વાગે આંચકો આવ્યો હતો. ધરતીકંપનો આંચકો એટલો શક્તિશાળી હતો કે પોતાના કેન્દ્રથી આશરે ૮૦૦ કિલોમીટરના અંતરે સ્થિત મેક્સિકો સિટીમાં પણ ઇમારતો અને ઘર હચમચી ઉઠ્યા હતા. લોકો ઘરની બહાર દોડી ગયા હતા. મેક્સિકોમાં ૮.૨ની  તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ લાખો લોકો અંધારપટ હેઠળ પણ આવી ગયા હતા.  પ્રચંડ ભૂકંપ બાદ માનવીય નુકસાન અને આર્થિક નુકસાન અંગે માહિતી આપનાર યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૮.૨ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ પાંચ અથવા તો તેનાથી વધુની તીવ્રતાના શ્રેણીબદ્ધ આફ્ટરશોક્‌સ હજુ આવી રહ્યા છે. જેના લીધે બચાવ અને રાહત કામગીરી આડે અડચણો ઉભી થઇ રહી છે.

Related posts

મંદીમાંથી બહાર આવવા અમેરિકાએ અપનાવ્યો ‘મોદી મંત્ર’

aapnugujarat

PM’s gifts to PM Benjamin Netanyahu

aapnugujarat

ઓસ્ટ્રેલિયામાં સદીનો સૌથી ભીષણ દુકાળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1