Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડ એ સામે કરૂણ નાયર કેપ્ટન તરીકે રહેશે

બીસીસીઆઈની પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયાની સામે રમાનારી વનડે શ્રેણીની શરૂઆતની ત્રણ મેચો માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી. પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ ૧૭મી સપ્ટેમ્બરના દિવસે રમાશે જ્યારે છેલ્લી વનડે મેચ પહેલી ઓક્ટોબરના દિવસે રમાશે ત્યારબાદ ત્રણ ટી-૨૦ મેચો રમાશે. બીસીસીઆઈ પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ત્રણ વનડે મેચો અને ટ્‌વેન્ટી શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હોવા ઉપરાંત ન્યુઝીલેન્ડ એ સામે રમાનારી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ઇન્ડિયા એ ટીમની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઇન્ડિયા એ ટીમ પોતાની બંને ટેસ્ટ મેચ ન્યુઝીલેન્ડ એની સામે વિજયવાડામાં રમશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૩મીથી ૨૬મી સપ્ટેમ્બર સુધી અને બીજી મેચ ૩૦મી સપ્ટેમ્બરથી ત્રીજી ઓક્ટોબર દરમિયાન રમાશે. ઇન્ડિયા એ ટીમનું નેતૃત્વ કરુણ નાયર કરનાર છે. વિકેટ કીપર તરીકેની ભૂમિકા ઋષભ પંત કરનાર છે. ભારતીય ટીમમાંથી પડતા મુકવામાં આવેલા શાર્દુલ ઠાકુરનો ઇન્ડિયા એ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની સામે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરનાર શાર્દુલ ઠાકુરને ટીમમાં જગ્યા મળી નથી. શ્રીલંકાના પ્રવાસ માટે પસંદગી પામેલા મનિષ પાંડે, કેદાર જાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલને ટીમમાં જગ્યા મળી છે.ઇન્ડિયા એ ટીમ નીચે મુજબ છે.
કરુણ નાયર (કેપ્ટન), પ્રિયંક પંચાલ, આર સમર્થ, સુદીપ ચેટર્જી, શ્રેયાસ અય્યર, અંકિત બાવને, હનુમા વિહારી, ઋષભ પંત, શાહબાઝ નદીમ, કે ગૌત્તમ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, સિરાજ, અંકિત રાજપૂત.

Related posts

२०१९ वर्ल्डकप जीते तो विराट शर्ट उतारकर घूमेंगे : गांगुली

aapnugujarat

Global T20 : आज मैदान पर गेल के खिलाफ उतरेंगे युवी

aapnugujarat

પાકિસ્તાન તો શું ICC પણ BCCIનું કંઈ નહીં બગાડી શકે : શાહિદ આફ્રિદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1