Aapnu Gujarat
બ્લોગ

હિમાલય ધીમે ધીમે પીગળી રહ્યો છે

ગયા ઉનાળામાં તિબેટમાં જે રીતે હિમનદી(ગ્લેશિયર) તૂટી પડી તે ઘટના જ ચોંકાવનારી છે. ગઈ ૧૭ જુલાઈના રોજ આરૂ હિમનદીમાં જામેલા બરફ નીચે, ગરમીથી પાણી બન્યું અને તેથી સ્નિગ્ધતા પેદા થઈ, તેને કારણે સાત કરોડ ટન બરફ સરકીને એક ખીણમાં પડયો. નીચે યાકનાં ધણ ચરાવી રહેલા ભરવાડો દટાઈ ગયા. માત્ર પાંચ મિનિટમાં ખીણનો પોણા ચાર ચોરસમાઇલ વિસ્તાર બરફથી પુરાઈ ગયો. ઉપગ્રહો દ્વારા આ તાંડવની નોંધ લેવાઈ. પિૃમ તિબેટની પર્વતમાળામાં છેલ્લાં ૫૦ વરસમાં ગરમીનું પ્રમાણ દોઢ ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. માત્ર આટલી ગરમી વધવાથી કેટલું ભયંકર પરિણામ આવે છે તેનો આ દાખલો છે. માત્ર ગ્લેશિયર તૂટી પડવાની ઘટના ડરામણી નથી પણ કરોડો વરસનું અસ્તિત્વ ધરાવતાં ગ્લેશિયર તૂટી પડે તો પૃથ્વીનું નૈર્સિગક ચક્ર ખોરવાઈ જાય તે ઘટના અમંગળ ભવિષ્યની આગાહી કરે છે.ઉત્તર ધ્રુવના આર્કટિક મહાસાગર અને તેની આસપાસના પ્રદેશોમાં ગરમી ભયજનક વધી છે. ધ્રુવ વિસ્તારોમાં અબજો વરસનો બરફ જમા છે તેથી પૃથ્વી પરનું તાપમાન અને સમુદ્રની સપાટી મર્યાદામાં છે. એ બરફ ઓગળવાની શરૂઆત થઈ ચૂકી છે અને સમુદ્રનાં પાણીની સપાટી વધી રહી છે. મુંબઈ જેવાં શહેરોએ તેનાં વિનાશક પરિણામો અવશ્ય ભોગવવાં પડશે. પાનખર અથવા ઠંડીની ઋતુમાં આર્કટિક પ્રદેશનું તાપમાન રાબેતા મુજબ કરતાં ૨૦થી ૩૦ ડિગ્રી વધુ ચાલી રહ્યું છે. અલાસ્કામાં કમોસમી પૂર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અબજોના અબજો ટન બરફ ઓગળીને દરિયાનાં પાણીમાં મળી જાય તેથી દરિયાની સપાટી ૧૫થી ૨૦ ફૂટ ઊંચી જશે તેવી વિજ્ઞાનીઓની આગાહી છે તેનાંં પગરણ શરૂ થયાં છે. પૃથ્વી પર માનવીઓની વસતી અસાધારણ હદે વધી છે. એ પોતાની અન્ય ઉત્સર્ગીય પ્રવૃત્તિઓ દ્વારા દરિયાની ગરમીમાં વધારો કરી રહી છે. અમેરિકામાં સમુદ્રકાંઠે અબજો ડોલરના ખર્ચે પાળો બંધાવાની શરૂઆત થઈ ચૂકી છે અને પિૃમ ભારતના દરિયાકાંઠે પણ આ જ સ્થિતિ છે. વલસાડના દરિયાકાંઠે છ કિલોમીટરની પાળ બાંધવી પડી છે. આફ્રિકાના દેશોમાં દુકાળનું પ્રમાણ અને તીવ્રતામાં વધારો થયો છે. પૃથ્વી પર સૌથી ગરમ એવાં ૧૭ વર્ષ નોંધવામાં આવ્યાં છે તેમાંનાં સૌથી ગરમ સોળ વરસ સન ૨૦૦૦ પછી નોંધાયાં છે. માનવજાત દ્વારા હવામાં કાર્બનડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ ગેસ છોડવામાં આવે છે તેનાથી ગરમીનં પ્રમાણ કેટલું વધે છે તે જાણવું હોય તો કહી શકાય કે હિરોશિમા પર જે અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો તેવા ચાર લાખ અણુબોમ્બ રોજ પૃથ્વી પર ફોડવામાં આવે અને જેટલી ગરમી વધે એટલી ગરમી માણસો હવામાં ઝેરી ગેસ છોડીને વધારી રહ્યાં છે, જો સમુદ્રનાં પાણી બેફામ વધશે તો દુનિયામાં દરિયાકાંઠે આવેલાં તમામ શહેરો અને ગામ તબાહ થઈ જશે. વાહનો ચલાવવાં, કારખાનાં ચલાવવાં, વીજળી બાળવી, એરકન્ડિશનરો અને ફ્રીઝ વાપરવાં, પ્લાસ્ટિક પેદા કરવું, માણસની આ બધી પ્રવૃત્તિઓ ગરમી વધારી રહી છે. માણસની સંખ્યામાં માણસ જાતે નિયંત્રણ નહીં મૂકે તો પછી દરિયો એ કામ કરશે.વિશ્ર્‌વમાં સર્વોચ્ચ શિખર ગણાતા માઉન્ટ એવરેસ્ટની આસપાસ આવેલ હિમનદીઓ છેલ્લાં ૪૦ વર્ષમાં ૨૮ ટકા પીગળી ગઈ છે, તેવા અહેવાલ પ્રસિદ્ધ થયાં છે. ચીનની ચાઈનીઝ ઍકેડેમી ઓફ સાયન્સ ઍન્ડ ટેક્નોલોજી તથા માઉન્ટ કમૉલંગ્મા સ્નો લેપર્ડ કંઝરવેશન સેન્ટર દ્વારા સતત કરવામાં આવેલા સંશોધન બાદ દ્વારા જાણવા મળ્યું છે.હિન્દુ-કુશ હિમાલયા- તિબેટિયન વિસ્તારમાં આવેલી એશિયાની મોટી નદીઓ જેવી કે બ્રહ્મપુત્રા, ગંગા, હુઆંગ હો, ઈન્ડસ, મેકૉંગ, સાલવીન અને યાંગ્તેઝ નદીના પાણી ઉપર આશરે અઢી કરોડ લોકોનું જીવન નભતું જોવા મળે છે.
હિમાલયની હિમનદીઓ પીગળતા નદીઓમાં પાણી બે તટે વહેતું રહે છે. જેને કારણે આસપાસના ગામના લોકો ખેતી અને પશુપાલનને કારણે જીવનનિર્વાહ સરળતાથી કરી શકે છે.હિમનદીનું ક્ષેત્રફળ માપવા માટે ૧૯૭૦ના વર્ષમાં કરવામાં આવેલ આકારણીનો આધાર લેવામાં આવ્યો હતો. એવરેસ્ટની દક્ષિણમાં આવેલ નેપાળ તરફ હિમનદીનું ક્ષેત્રફળ ૧૯૮૦ બાદ ૨૬ ટકા ઘટ્યું હોવાનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. શિખરનો મુખ્ય ભાગ પણ પચાસ વર્ષમાં પહેલાં કરતાં વધુ પીગળવા લાગ્યો છે. આધુનિક યંત્રોની સહાયથી મેળવેલી માહિતી સાથે પ્રત્યક્ષ તે જગ્યાએ જઈને માહિતી એકઠી કરવામાં આવી હોવાથી તેને વિશ્ર્‌વસનીય માનવામાં આવે છે. ગ્લૅશિયર પીગળવાને કારણે આબોહવાના સમીકરણ બદલાઈ જાય છે. તેને કારણે વારંવાર હવામાનમાં કંઈને કંઈ ઊંધું-ચત્તું થતું જોવા મળે છે.૧૯૯૦માં કરવામાં આવેલા સર્વેક્ષણ પ્રમાણે હમિનદી (ગ્લેશિયરર્સ)નો વિસ્તાર ૧૦૦ કિલોમીટરના ક્ષેત્રમાં પ્રસરેલો હતો જે હાલમાં ૧૧૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. મે મહિનામાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ હિમાલય પર્વતની આસપાસ કુલ ૫૫૦૦ હિમનદી વહે છે. એવું કહેવાઈ રહ્યું છે કે કે પર્યાવરણમાં બદલાવને કારણે ઈ.સ. ૨૧૦૦માં ૮૦થી ૯૦ ટકા હિમનદીઓ પીગળી જશે જેની અસરને કારણે ખેતી અને કુદરતી આપત્તિઓમાં વધારો થશે. હિમાલયમાંથી નીકળતી ઉત્તર-પૂર્વ ભારતની નદીઓમાં જળસપાટી વધવાને કારણે આસપાસની જમીન ધોવાઈ જશે. એવી પણ ધારણા થઈ રહી છે કે થોડા સમય બાદ નદીઓમાં પાણી આવતું ઓછું થઈ જશે. આ બે અલગ અલગ અંતિમ સ્તરની દશાને કારણે ભારતની ફૂડ બેંક ગણાતા પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારની ખેતીની દુર્દશા થવાની શક્યતા વધશે.ઉત્તરના હિમાલય પરથી આવીએ તો બાકીની ત્રણ બાજુ સમુદ્રનાં પાણી ફેલાયેલ છે. ગ્લોબલ વોર્મિંગને લીધે સમુદ્રની સપાટી વધશે એટલે આપણા ૭૫૦૦ કિ.મી લાંબા દરિયાકિનારા અને ૧૩૦૦ ટાપુઓ પાણીમાં સમાઈ જશે તેવો ભય પણ છે. હાલમાં પણ ગુજરાત સહિત અનેક જગ્યાએ દરિયાઈ પાણી જમીન ઉપર કબજો જમાવી રહ્યું છે. ચેન્નઈમાં ફક્ત બે દિવસમાં મેઘરાજાએ તાંડવ મચાવીને કુદરતે બદલાતા મોસમનો મિજાજનો પરચો બતાવી આપ્યો છે.ચીનના કુલ ૨૦૩૦ સ્કે.કિલોમીટરમાં પથરાયેલાં માઉન્ટ ક્વૉલંગ્મા નેચર રિઝર્વમાં કુલ ૧૪૭૬ હિમનદીઓ વહેતી જોવા મળી છે.એક તરફ એવરેસ્ટ પર્વતારોહકની વધતી સંખ્યા અને બીજી તરફ પર્યાવરણમાં આવેલ બદલાવને કારણે હિમનદી ઝડપથી પીગળી રહી છે.નિષ્ણાતોનું કહેવું છે કે હિમનદીનું પીગળવું તે વિસ્તારમાં પર્યાવરણને સુધારે છે.પાણી પૂરતા પ્રમાણમાં મળવાને કારણે વૃક્ષો વધતા જંગલ ગાઢ બનતા જાય છે.એક કિલોમીટરની અંદર તળાવોની સંખ્યા વધવા પામી છે. ૧૯૭૦ના વર્ષમાં તળાવોની સંખ્યા ૧૦૮૧ હતી તે વધીને વર્ષ ૨૦૧૦માં ૧૨૩૬ થવા પામી છે. ૮૦ ટકા તળાવોનું ક્ષેત્રફળ પણ વધી ગયું છે.૧૯૯૭ના વર્ષમાં ૨.૦૯ ક્યુબિક મીટરમાં વૃક્ષો જોવાં મળતાં હતાં જે ૨૦૧૩ના વર્ષમાં ૨.૨૬ ક્યુબિક મીટરમાં વૃક્ષોનો ફેલાવો થયો હતો.૨૦૧૪માં ૬૯૭૧ પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન ર્ક્યો હતો જેમાંથી ૪૦૪૨ પર્વતારોહક એવરેસ્ટની ટોચ ઉપર પહોંચ્યા હતા.ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટનું કહેવું છે કે એવરેસ્ટ વિસ્તારમાં આવેલી હિમનદીઓ ઘણી સંવેદનશીલ હોય છે. તાપમાનમાં ફેરફાર થવાને કારણે ઊંચાણવાળા વિસ્તારમાં બરફ પડવાને કારણે વરસાદ વધી ગયો છે. માઉન્ટ એવરેસ્ટને સર કરવાની આશા સાથે આવેલ અનેક પર્વતારોહકના શબની સાથે પરચૂરણ કચરાનું પ્રદૂષણ જેવું કે ખાલી ઓક્સિજનની બોટલો, ખાઈને ગમે ત્યાં ફેંકવામાં આવેલ ફૂડપેકેટનો કચરો, ચડવા માટે ઉપયોગમાં લીધેલી મોટા પ્રમાણમાં તૂટેલી લાકડીઓ, તૂટેલાં તંબૂનો કચરો છોડી દેવાતો હોવાથી, પૃથ્વી ઉપર પથરાયેલ પ્રકૃત્તિના સુંદર ચહેરાને ગંદકી ફેલાવીને કદરૂપો બનાવી દેવામાં માનવી તેની મર્યાદા વિસરી ગયો છે. હિમનદીઓ પીગળતા કદાચ આવનારા વર્ષમાં દુશ્મન દેશને ભારત ઉપર આક્રમણ કરવું સરળ બની જાય તેવી પણ શંકા સેવાઈ રહી છે. ૨૯ મે ૧૯૫૩ની સાલમાં એડમંડ હિલેરી અને તેનસિંગ શેરપાએ એવરેસ્ટ શિખરને સર ર્ક્યું હતું.
જીવનમાં કંઈક સિદ્ધિ મેળવ્યા બદલ બંને એકબીજાને ભેટી પડ્યા હતા. તેમણે શિખર ઉપર ૧૫ મિનિટ ફોટા પાડીને અને ફૂદીનાના સ્વાદવાળી કેક ખાઈને પસાર કરી હતી. તે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયરની સુંદરતા ભવિષ્યમાં નીહાળવા નહી મળે.

Related posts

કુમારસ્વામીના મગરના આંસુ : ગમે તે ક્ષણે સરકાર પડે તો નવાઈ નહિ…..

aapnugujarat

વરૂણ ધવન : નિર્માતા – દિગ્દર્શકો માટે ટંકશાળ બની ગયો

aapnugujarat

લોકજીવનનું લોકપર્વઃ હોળી-ધુળેટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1