Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટેરર ફંડિંગ : જમ્મુ કાશ્મીર અને દિલ્હીમાં દરોડા

ત્રાસવાદીઓ અને અલગતાવાદીઓ ઉપર સકંજો વધુ મજબૂત કરવા અને તેમની ગતિવિધિ ઉપર બ્રેક મુકવાના હેતુસર નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા આજે સવારથી જ કાશ્મીર અને દિલ્હીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવાલા ઓપરેશનમાં સામેલ રહેલા કારોબારીઓને સકંજામાં લેવામાં આવી રહ્યા છે. ટેરર ફંડિગ અને અલગતાવાદી ગતિવિધીઓ માટે નાણાનો ઉપયોગ કરવામાં સામેલ રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે સવારમાં જ શ્રીનગર અને ઉત્તર કાશ્મીરના જુદા જુદા ભાગોમાં વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુની દિલ્હીના પાંચ વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના તમામ દસ્તાવેજો અને અન્ય કાગળોમાં તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ સ્થળો પર વ્યાપક સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક ફ્રી લાન્સફોટો જર્નાલિસ્ટ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવ્યાના એક દિવસ બાદ આજે સવારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પથ્થરમારામાં સામેલ રહેલા ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક નક્કર વિગત સપાટી પર આવી હતી. સોશિયલ મિડિયા મારફતે સુરક્ષા જવાનોની સામે સમર્થન એકત્રિત કરવા માટેના પ્રયાસ પણ ચાલી રહ્યા હતા. ૩૦મી મેના દિવસે નોંધવામાં આવેલા કેસના સંબંધમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે એનાઇએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ સનસનાટી કેસમાં પાકિસ્તાન સ્થિત જમાત ઉદ દાવાના લીડરનુ નામ આરોપી તરીકે આવ્યુ હતુ. ટેરર ફંડિગના મામલે કેસમાં એનઆઇએ દ્વારા સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાશ્મીરમાં ભાંગફોડની પ્રવૃતિ પણ ચલાવવામાં આવી રહી હતી. ટેરર ફેંડિગ મામલે એનઆઇએ આક્રમક મુડમાં દેખાઇ રહી છે. કેટલાક અલગતાવાદીઓની પુછપરછ પહેલાથી જ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી અંધાધૂંધીનો દોર રહ્યો છે. એનઆઈએ દ્વારા ટેરર ફંડિંગ અને ભાંગફોડી પ્રવૃત્તિના કેસમાં ઉંડી તપાસ ચલાવવામાં આવી રહી છે. નાણા ઉભા કરવા, ગેરકાયદેરીતે જુદા જુદા માર્ગોથી ફંડ મેળવવા, ભાંગફોડી પ્રવૃત્તિ માટે પૈસા આપવા જેવા મામલામાં કેસ નોંધાવવામાં આવ્યા હતા. ભાંગફોડી પ્રવૃત્તિ માટે હવાલા ચેનલથી પૈસા એકત્રિત કરવાના કેસમાં કેસ થયા બાદ હજુ તપાસ ચાલી રહી છે. વર્ષ ૧૯૯૦માં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની શરૂઆત થયા બાદથી કેન્દ્રીય તપાસ સંસ્થાએ સંગઠનો માટે ફંડ એકત્રિત કરવાના સંબંધમાં પ્રથમ વખત દરોડા પાડવામાં આવ્યા છે.

Related posts

बांद्रा-टर्मिनस-नई दिल्ली के बीच दौड़ेंगी विशेष ट्रेनें

aapnugujarat

राम रहीम को पैरोल मिलना हुआ मुश्किल, सरकारी रिकॉर्ड बना रुकावट

aapnugujarat

NCP नेता प्रफुल पटेल को एविएशन घोटाले में ED ने भेजा समन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1