Aapnu Gujarat
રમતગમત

યુએસ ઓપન : શારાપોવાના પડકારનો અંત

ન્યુયોર્ક ખાતે રમાઇ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટો અપસેટ સર્જાઇ ગયો છે. આ વખતે વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ કર્યા બાદ હજુ સુધી શાનદાર ફોર્મમાં રમી રહેલી રશિયન ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાની હાર થતા ટેનિસ ચાહકો નિરાશ થયા હતા. શારાપોવાએ બીજી ક્રમાંકિત ખેલાડી સિમોના હેલેપ પર જીત મેળવીને નવી આશા જગાવી હતી. મહિલા વર્ગમાં મોટો અપસેટ સર્જાયો હતો. જ્યારે પુરૂષોના વર્ગમાં સ્ટાર ખેલાડીઓએ તેમની મેચો જીતીને આગેકુચ જારી રાખી છે. નડાલે વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૩માં યુએસ ઓપન ટેનિસ સ્પર્ધા જીતી હતી.આ વખતે ઇજાના કારણે કેટલાક ટોપ સ્ટાર સ્પર્ધામાંથી ખસી ગયા છે. જેમાં વર્તમાન ચેમ્પિયન સ્ટાન વાંવરિન્કાનો સમાવેશ થાય છે. ઉપરાંત બે વખત ચેમ્પિયન બની ચુકેલા નોવાક જોકોવિકે પણ નામ પાછુ ખેંચી લીધુ છે. એન્ડી મરે પણ છેલ્લી ઘડીએ ખસી ગયો હતો. જેથી હવે ફેડરર અને નડાલ હોટફેવરીટ દેખાઇ રહ્યા છે. આ વખતે યુએસ ઓપનમાં કુલ ઇનામી રકમ ૫૦૪૦૦૦૦૦ ડોલર રાખવામાં આવી છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને પ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ સિગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રિચર્ડ સિર્સ, બિલ લાર્નેડ, બિલ ટિલ્ડનના નામે છે. આ તમામ ત્રણેય ખેલાડીએ સાત વખત સિગલ્સ તાજ જીત્યો છે. બીજી બાજુ પૂર્વ ચેમ્પિયન રાફેલ નડાલ, રોજર ફેડરર, માર્ટિન ડેલપોટ્રો પોતપોતાની ચોથા રાઉન્ડની મેચ આજે રમાનાર છે. આના ઉપર ટેનિસ પ્રેમીઓની નજર છે. રાફેલ નડાલ પોતાની સાતમી યુએસ ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવાના ઇરાદા સાથે તથા ૨૦૧૩ બાદ પ્રથમ વખત યુએસ ઓપનનો તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ ક્રમાંકિત ખેલાડી સામે હરીફ ખેલાડી ડોલ્ગોપોલોવ દ્વારા માત્ર એક મેચ જીતવામાં આવી છે જ્યારે નડાલે આઠ મેચો જીતી છે. આવી સ્થિતિમાં નડાલ ફેવરિટ દેખાઈ રહ્યો છે. અલબત્ત તે પ્રથમ પાંચ મેચો સીધીરીતે ગુમાવી ચુક્યો છે પરંતુ છેલ્લી ત્રણ મેચો પૈકીની બેમાં સ્પેનિસ ખેલાડી સામે તેની જીત છે. બીજી બાજુ ફેડરર યોજની સામે સંઘર્ષપૂર્ણ જીત મેળવ્યા બાદ પોતાની આગામી મેચને લઇને પણ સજ્જ છે. ફેડરર યુએસ ઓપનમાં આ વખતે જોરદાર ઇરાદા સાથે ઉતર્યો છે. એન્ડી મરે આ વખતે મેદાનમાં નથી. આવી સ્થિતિમાં હવે રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે ઇપીક સેમિફાઇનલ મેચને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. સેમિફાઇનલમાં નડાલ અને ફેડરર આમને સામને આવશે તેવી આશા ટેનિસ પ્રેમીઓ રાખી રહ્યા છે. લાંબા ગાળા બાદ અને બંનેના ફોર્મને જોતા આ મેચ શક્ય બની શકે છે. નડાલ ડોલ્ગોપોલોવ સામે રમશે જ્યારે ફેડરર ચોથા રાઉન્ડની મેચમાં ફિલિપ સામે ઉતરશે.

Related posts

ફાઇનલ બાદ લેસ્ટરમાં ભારત-પાક. સમર્થકો સામસામે, બોટલો ફેંકાઈ

aapnugujarat

डिविलियर्स वापसी करने के इच्छुक : डु प्लेसिस

aapnugujarat

शास्त्री को कोच पद के लिए दोबारा करना होगा आवेदन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1