Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટેક્સાસ-હોસ્ટન પુર : ૨૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા

અમેરિકાના ચોથા સૌથી મોટા શહેર હોસ્ટનમાં હાર્વે વાવાઝોડા બાદ ભારે વરસાદ અને પુરની સ્થિતિના કારણે અભૂતપૂર્વ નુકસાન થયું છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માહિતી આપતા કહ્યું છે કે, હોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૦૦ ભારતીય વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા છે. બે ભારતીય વિદ્યાર્થી હાલમાં ઇન્ટેન્સીવકેર યુનિટમાં છે. સુષ્મા સ્વરાજે માહિતી આપતા કહ્યું છે કે, ૨૦૦ ભારતીય વિદ્યાર્થી હોસ્ટન યુનિવર્સિટીની આસપાસ અટવાઈ પડ્યા છે. કારણ કે અહીં ખુબ પાણી ભરાઈ ગયા છે. તેમને ભોજન અને અન્ય ચીજવસ્તુ પહોંચાડવાના પ્રયાસ અમારા તરફથી કરવામાં આવ્યા છે પરંતુ યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા આની મંજુરી આપવામાં આવી નથી. કારણ કે, બચાવ ઓપરેશન માટે નૌકાઓની જરૂર પડી રહી છે. બીજી બાજુ ઇન્ડિયન કોન્સ્યુલન્ટ જનરલ અનુપમ રાય દ્વારા બચાવ ઓપરેશન ઉપર નજર રાખવામાં આવી રહી છે. સુષ્મા સ્વરાજે કહ્યું છે કે, જે ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં આઈસીયુમાં છે તેમાં સાલીની અને નિખિલ ભાટિયાનો સમાવેશ થાય છે. તેમના સગા સંબંધીઓને જાણ કરી દેવામાં આવી છે. શક્ય તેટલી વહેલીતકે તેમના સગા સંબંધી પહોંચે તેવા પ્રયાસ પણ થઇ રહ્યા છે. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હોસ્ટનમાં ભારે વરસાદ અને પુરના કારણે બે લોકોના મોત થઇ ચુક્યા છે. ટેક્સાસના ઇતિહાસમાં હજુ સુધીના સૌથી વિનાશકારી વાવાઝોડા અને પુર તરીકે આને ગણવામાં આવે છે. અમેરિકાના ટેક્સાસમાં વાવાઝોડા હાર્વેથી અભૂતપૂર્વ નુકસાન થયું છે. ટેક્સાસમાં હજુ સુધીના ઇતિહાસમાં સૌથી વિનાશકારી પુરની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યના હાઈવે પાણીમાં ડુબી ગયા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ૨૧૦ કિલોમીટરથી વધુ ઝડપે પવન ફુંકાતા સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. બીજી બાજુ ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ વાવાઝોડા હાર્વે બાદ મદદમાં આવવા અમેરિકન લોકોને અપીલ કરી છે. બચાવ અને રાહત કામગીરી જોડાવવા અથવા તો નાણાંકીય દાન કરીને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. ૩૦ હજાર લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. લોકોને મદદની જરૂરિયાત હોવાનું કહેવામાં આવ્યું છે. ટ્રમ્પ વહીવતંત્રના ગાળા દરમિયાન પ્રથમ કુદરતી હોનારત ત્રાટકી છે. ગેલ્વેસ્ટન કાઉન્ટીમાં ઘુસી ગયેલા પાણીને કારણે ૧૨૦૦ જેટલાં લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે. શુક્રવાર અને શનિવારે વાવાઝોડા હાર્વે એ સમગ્ર રાજયમાં ખુબ જ નુકસાન પહોંચાડ્યું છે.

Related posts

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલાને તાલિબાની આતંકીઓએ મારી નાંખવાની ધમકી આપી

editor

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૦,૦૦૦ને પાર

aapnugujarat

બ્રિટનની શાળામાં સાયબર બુલિંગમાં ૪૦ ટકાનો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1