Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

કારણ નં. ૩ :- કલ્પનાશીલ વિદેશનીતિ
ભારત તથા વિશ્વ પ્રત્યે જેમણે ચિંતનશીલ અધ્યયન કર્યું છે તેઓ જોઈ શકશે કે, આપણાં પ્રત્યે વિશ્વનાં દેશોનું વર્તન ઘણું બદલાયું છે. ૧૯૪૭માં આપણે સ્વતંત્ર થયા ત્યારે સમગ્ર વિશ્વ આપણું મિત્ર હતું. ફક્ત ચાર વર્ષ પછી બધાંએ આપણને તરછોડી દીધાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના પણ આપણા પ્રશ્નોનાં સમર્થનમાં કોઈ સહકાર આપતું નથી. આ પ્રસંગે પ્રસિદ્ધ રાજનીતિજ્ઞ બિનસ્માર્કની યાદ આવેછે. તે કહે છે : ‘‘રાજનીતિ આદર્શનો સાક્ષાત્કાર કરવા માટેની રમત નથી. પરંતુ જે શક્ય છે તેનો સાક્ષાત્કાર કરવા માટે છે.’ થોડા સમય પૂર્વે બર્નાડ શોએ પણ કહ્યું હતું કે ઉત્તમ આદર્શો સારા હોય છે પરંતુ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વધારે પડતાં સારા બનવું તે પણ એક ખતરનાક બાબત છે. આપણી વિદેશનીતિ આ મહાન વિભૂતિઓ દ્વારા કહેવામાં આવેલી બુદ્ધિપૂર્વકથી નીતિ-ઉપદેશનાં વિરોધી છે. ભારતની આ વિદેશનીતિ મારી ચિંતાનું – અસંતોષનું મહત્વનું કારણ છે.
બીજું, આપણાં રાષ્ટ્રને આપણી આવકનો ઘણો મોટો ભાગ લશ્કરી ખર્ચની પાછળ વાપરવો પડે છે. એના લીધે કરોડો માણસ અન્ન વગર ભૂખે મરી રહ્યા છે. દેશની આવક સાડા ત્રણ અબજ છે. તેમાંની એક અબજ એંશી કરોડ રૂપિયા કેવળ લશ્કર પાછળ જ ખર્ચાય છે. આવો ભયંકર ખર્ચ આપણી વિદેશ નીતિના કરૂણ રકાસનો આથી બીજો ક્યો પુરાવો હોઈ શકે ?
આજે આપણી પાસે એવો એકેય મિત્ર નથી કે જે સંકટ સમયે આપણી પડખે અડીખમ ઊભો રહે. વિદેશનીતિનો બીજો મુદ્દો છે. પાકિસ્તાન, તેમાં એક પોઈન્ટ છે. કાશ્મીરનો અને બીજો છે પૂર્વ બંગાળમાં આપણાં લોકોની પરિસ્થિતિ હું માનું છું કે કાશ્મીર કરતાં પૂર્વ બંગાળમાં રહેલાં હિંદુઓ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમની સ્થિતિ ઘણી જ દયનીય છે, એને બદલે કાશ્મીર તરફ જ બધી શક્તિ ખર્ચાય છે. મારી દૃષ્ટિએ કાશ્મીર સમસ્યાનો સર્વશ્રેષ્ઠ ઉકેલ તેનું વિભાજન છે. કાશ્મીરના હિંદુ અને બૌદ્ધ અંશ ભારનતે સોંપી દેવા અને મુસ્લિમ અંશ પાકિસ્તાનને આપવો જે ભારત-પાકિસ્તાન વિભાજન સમયે કર્યું હતું અથવા કાશ્મીરના ત્રણ વિભાગ કરવા જોઈએ. યુદ્ધ વિરામ ક્ષેત્ર, કાશ્મીર ખીણ અને ત્રીજુ જમ્મુ-લદ્દાખ ક્ષેત્ર. આ માટે કાશ્મીર ખીણમાં જ લોકમત લેવામાં આવે. તેને બદલે આપણે સમસ્ત કાશ્મીરમાં લોકમનતની વાત કરીએ છીએ. આડંબભરી આપણી વિદેશનીતિને કારણે મને ડર છે કે, ભવિષ્યમાં કાશ્મીરમાંના હિંદુ અને બૌદ્ધોને પણ પાકિસ્તાન હડપ કરી ન જાય ! પરિણામે જે સ્થિતિ આજે પૂર્વ બંગાળના કારણે ઊભી થઈ છે તેવી ભવિષ્યમાં કાશ્મીર માટે ઉભી ન થાય. (ડૉ. આંબેડકરની ‘કાશ્મીર કોકડા’ના ઉકેલની આ ફોર્મ્યુલા એમ.એન.રોય તથા અન્ય નેતાઓને ઘણી જ ગમી હતી.
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

કર્ણાટકનાં ૨૦૨૨ ગામમાં કોઇ વ્યક્તિ ગ્રેજ્યુએટ નથી : ચોંકાવનારો રિપોર્ટ

aapnugujarat

कांग्रेस-अध्यक्ष का चुनाव हो

aapnugujarat

મુંબઈમાં દરિયાના વધી રહેલા સ્તરે નવી ચિંતા ઉભી કરી : રિસર્ચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1