Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલુની ભાજપ વિરોધી રેલીમાં મમતા બેનર્જી, અખિલેશ અને શરદ યાદવ હાજર

આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવ તરફથી બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની મહારેલીમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મહારેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, જેડીયુના નારાજ નેતા શરદ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે. આ બેઠકમાં કોંગ્રેસના સીપી જોશી, એનસીપીના તારિક અનવર, આરએલડીના ચૌધરી જયંતસિંહ, સીપીઆઈના સુધાકર રેડ્ડી, જેએમએમના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન, બાબુલાલ મારન્ડી, ડીએમકેના નેતાઓ પણ હાજર રહ્યા હતા. એક જ મંચ ઉપર જુદી જુદી પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવ રાષ્ટ્રીય જનતા દળમાં જોડાઈ ગયા છે. આની સાથે જ તેઓ કોઇ પાર્ટી બનાવશે કે કેમ તેને લઇને ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે.
પટણામાં ગાંધી મેદાન ખાતે આયોજિત દેશ બચાવો, ભાજપ ભગાવો રેલીમાં વિપક્ષી એકતા જોવા મળી હતી. સ્ટેજ ઉપર લાલૂ યાદવે તમામનું સન્માન કર્યું હતું. ગળે મળતા પહેલા શરદ યાદવ સાથે લાલુએ હાથ મિલાવ્યા હતા. શરદ યાદવે પત્રકારો સાથે વાતચીત કરતા અગાઉ કહ્યું હતું કે, મહાગઠબંધન અને તેમનું જેડીયુ વાસ્તવિક જેડીયુ તરીકે છે. એક બે મહિનાની અંદર જાહેરમાં આની ખાતરી આપી દેવામાં આવશે કે જેડીયુ અમારી પાર્ટી તરીકે છે. આજના શક્તિ પરીક્ષણમાં તમામ નેતાઓએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. રેલીમાં ઉપસ્થિત લાલુપ્રસાદના પુત્ર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્રી મિશા ભારતી ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વીએ કહ્યું હતું કે, નીતિશકુમાર હવે એક સારા કાકા તરીકે રહ્યા નથી, તેઓ સત્તા લાલચમાં આવી ગયા છે. મંચ પરથી શરદ યાદવ, અખિલેશ યાદવ અને મમતા બેનર્જીએ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રેલીમાં સામેલ થયા ન હતા પરંતુ તેમના તરફથી સંદેશાઓ આપવામાં આવ્યા હતા. નીતિશે ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ બળવો કરનાર શરદ યાદવની પાર્ટીમાંથી હકાલપટ્ટી નિશ્ચિત દેખાઈ રહી છે. બીજી બાજુ એનસીપીમાંથી અલી અનવરની હકાલપટ્ટી પણ નિશ્ચિત દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે, તેઓ રેલીમાં સામેલ થશે. બીજી બાજુ મુલાયમસિંહ યાદવે મહાગઠબંધનની જાહેરમાં તરફેણ કરી નથી. મમતા બેનર્જી મંચ ઉપર પહોંચ્યા બાદ તેજસ્વીએ ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. લાલુપ્રસાદ પોતાના પુત્ર તેજસ્વીને જોરદારરીતે લોંચ કરવાના હેતુસર આ રેલી યોજી રહ્યા હોવાનું પણ રાજકીય પંડિતો કહી રહ્ય છે. માયાવતી આમા ઉપસ્થિત રહ્યા ન હતા.
તેજસ્વીએ કહ્યું હતું કે, પુરાવાઓને નષ્ટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. નિતીશકુમાર પોતાના પાપને છુપાવવા બહાના શોધી રહ્યા હતા. નીતિશને કઈ ફાઇલનો ભય હતો જેથી મહાગઠબંધન છોડીને જતા રહ્યા છે. બાબુલાલ મારન્ડીએ કહ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા દેખાઈ રહી નથી. યુવા લોકો એક સાથે આવે તેવી અપીલ તેજસ્વી દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આમા ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વીએ કહ્યું હતું કે, લાલુ, શરદ યાદવ અને મમતા બેનર્જી બિલકુલ ભયભીત થયા નથી. હર હર મોદી ઘર ઘર મોદી નહીં બલ્કે બર બર મોદી ગડબડ મોદી વાત થવી જોઇએ.

Related posts

वर्तमान हालात में बीएसएफ की भूमिका अहम : राकेश अस्थाना

editor

Fresh snowfall in Gulmarg, Pahalgam

aapnugujarat

ભારતે વિશ્વને કોરોના મહામારીથી બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા : પીએમ મોદી

editor

Leave a Comment

UA-96247877-1