Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપની પૈકીની ૯ની મૂડી ૧૦૫૩૫૭ કરોડ ઘટી ગઈ

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુકતરીતે ૧૦૫૩૫૭ કરોડનો ઘટાડો થતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આરઆઇએલ અએને એસબીઆઇની માર્કેટ મુડીમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. ગયા સપ્તાહમાં સેંસેક્સ અએને નિફ્ટીમાં ક્રમશ ૧૧૧૨ પોઇન્ટનો અથવા તો ૩.૪૩ ટકાનો તેમજ નિફ્ટીમાં ૩૫૬ પોઇન્ટનો અથવા તો ૩.૫૩ ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન એકમાત્ર ઇન્ફોસીસની માર્કેટ મુડીમાં જ વધારો થયો હતો. બાકીની તમામ નવ કંપનીઓની મુડીમાં ઘટાડો થયો હતો. ટીસીએસ સહિત તમામ કંપનીની માર્કેટ મુડીમાં નોધપાત્ર ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ મુડીમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. તેની માર્કેટ મુડી ૨૪૬૭૧.૪૧ કરોડ ઘટીને હવે ૫૦૨૯૨૨.૭૮ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એસબીઆઇની માર્કેટ મુડી ૨૧૪૦૭.૪૯ કરોડનો ઘટાડો થયો છે. આની સાથે તેની માર્કેટ મુડી ઘટીને ૨૪૨૨૫૮.૪૯ કરોડ થઇ ગઇ છે. આઇટીસીની માર્કેટ મુડી ઘટીને ૩૩૦૫૬૦.૪૬ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંક અને મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં ક્રમશ ૧૦૨૭૪.૮૩ કરોડ અને ૯૮૪૩.૨૮ કરોડનો ઘટાડો થયો છે. બન્નેની માર્કેટ મુડી પણ ઘટીને ખુબ નીચી સપાટી પર પહોંચી ગઇ છે. ભારે અફડાતફડીના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મુડી પ્રમાણમાં સૌથી ઓછી ઘટી છે. તેની માર્કેટ મુડી ૫૫૦૩.૫૭ કરોડ ઘટીને ૪૭૭૪૨૩.૩૩ કરોડ રહી છે. ઇન્ફોસીસની માર્કેટ મુડી આ ગાળા દરમિયાન ૫૫૧.૨૭ કરોડ વધીને હવે ૨૨૬૮૮૦.૭૧ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો માર્કેટ મુડીની દ્રષ્ટિએ રિલાયન્સ પ્રથમ સ્થાને અને ટીસીએસ બીજા સ્થાને છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સંભવિત યુદ્ધના વાગી રહેલા ભણકારા વચ્ચે શેરબજાર કડડભુસ થઇ જતા કારોબારીઓની હાલત કફોડી બનેલી છે. છેલ્લા ચાર દિવસના ટ્રેડિંગ સેશનમાં ભારતીય રોકાણકારોએ આશરે ૧૦૦ અબજ અમેરિકી ડોલરની રકમ અટલે કે ૬.૪ લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. બોમ્બે સ્ટોક એક્સચેંજામાં માર્કેટ કેપ હવે ૧૩૩.૧ લાખ કરોડ છે. સાતમી ઓગષ્ટના દિવસે તે પોતાની સર્વોચ્ચ સપાટી પર હતી. એ દિવસે માર્કેટ કપનો આંકડો ૧૩૯.૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. શુક્રવારના દિવસે ભારે અફડાતફડી રહી હતી. અમેરિકાના ડાઉ જોન્સમાં પણ મોટો કડાકો બોલી ગયો હતો. શેરબજારમાં ગઇકાલે શુક્રવારના દિવસે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત પાંચમાં દિવસે મંદીનો માહોલ રહેતા કારોબારીઓ ચિંતાતુર રહ્યા હતા. શુક્રવારે કારોબારના અંતે ૩૧૭ પોઇન્ટ ઘટીને ૩૧૨૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૧૦૯ પોઇન્ટ ઘટીને ૯૭૧૦ની નીચી સપાટીએ રહ્યો હતો.

Related posts

સેન્સેક્સમાં ૩૭૨ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

શેરબજારમાં તેજી રહેવાના એંધાણ

aapnugujarat

સેન્સેક્સમાં ૧૦૬ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1