Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૦૬ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે રેકોર્ડ તેજી જોવા મળી હતી. શેરબજારમાં રેકોર્ડ ઉંચી સપાટીના પરિણામ સ્વરુપે કારોબારીઓ ખુશ દેખાયા હતા. બીએસઈ સેંસેક્સ આજે ૧૦૬ પોઇન્ટ ઉછળીને ૩૬૮૨૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સ ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૩૬૯૦૨ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૫૦ પોઇન્ટ ઉછળીને ૧૧૧૩૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડેની કામગીરી દરમિયાન નિફ્ટી ૧૧૧૪૩ની છ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. હિન્ડાલ્કો, જિંદાલ સ્ટીલમાં ઉલ્લેખનીય તેજી રહી હી. આવી જ રીે નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ડીએલએફ અને યુનિટેકના શેરમાં તેજી રહી હતી. તેલકિંમતોમાં ઉથલપાથલ જારી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૦ સેન્ટનો ઘટાડો થયો છે જેથી તેની કિંમત બેરલદીઠ ૭૨.૯૬ ડોલર સુધી પહોંચી છે. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હવે જારી કરવામાં આવનાર છે. ભેલ, કેનેરા બેંક, એચસીએલ ઇન્ફો સિસ્ટમ, હિરો મોટો અને પીવીઆર દ્વારા બુધવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલ, બાયોકોન, આઈટીસી, મારુતિ સુઝુકી, તાતા પાવર, તાતા કોફી, યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે જૂન મહિનાના ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. બેંક ઓફ બરોડા, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એમ એન્ડ એમ ફાઇનાન્સ દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનરા છે. કારોબારમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, વેપારીઓ એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સ્થિતિને લઇને ગણતરી કરી રહ્યા છે. જુલાઈ એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારના દિવસે પુરી થઇ રહી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં શનિવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્‌સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. પેટ્રોલ સાથે સંબંધિત ઇથેનોલ ઉપર રેટને પણ ઘટાડવામાં આવ્યો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી બાદ તેની પણ અસર બજારમાં જોવા મળી શકે છે. અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં શુક્રવારે ૧૨૬ અને વિરુદ્ધમાં ૩૨૫ મત પડ્યા હતા. ઉપરાંત ઈસીબી પોલિસીની બેઠક, યુએસ જીડીપીના ડેટાની અસર પણ જોવા મળી શકે છે. મોનસુનમાં પ્રગતિ, ગ્લોબલ માર્કેટમાં પ્રવાહ, ટ્રેડવોરને લઇને તંગદિલી, વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ક્રૂડ ઓઇલની કિંમત જેવા અન્ય પરિબળો પણ જોવા મળી શકે છે. શેરબજારમાં ગઇકાલે હકારાત્મક રાજકીય પરિબળોની સ્થિતિ વચ્ચે સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા.

Related posts

Appleએ Samsungને પછાડી, બની ગઈ વિશ્વની ટોચની સ્માર્ટફોન સેલર કંપની

aapnugujarat

In India all International commercial passenger flights suspended till July 15

editor

લુધિયાણા કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ ૬૨ વોર્ડમાં જીત્યું, અકાલી દળને ૧૧-ભાજપને ૧૦ સીટ મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1