Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નીતિશની મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં વાતચીત

બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશકુમારે કહ્યું હતું કે, શરદ યાદવ કોના પ્રત્યે વફાદાર રહેવા ઇચ્છુક છે તે અંગે નિર્ણય તેઓ પોતે કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધનનો નિર્ણય સમગ્ર પાર્ટીની સહમતી સાથે લેવામાં આવ્યો હતો. મિડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, શરદ યાદવ પોતાના નિર્ણય માટે સ્વતંત્ર છે. જ્યાં સુધી પાર્ટીનો પ્રશ્ન છે. પાર્ટી દ્વારા નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર તેમની ઇચ્છા ઉપર નિર્ભર નથી. સમગ્ર પાર્ટીની સહમતિ રહેલી છે. તેઓ પહેલા પણ કહી ચુક્યા છે કે, આ અભિપ્રાય પહેલા આપી ચુક્યા છે. જો કોઇ સભ્ય આના માટે પોતાના અભિપ્રાય આપવા માટે ઇચ્છુક છે તો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આરજેડી સાથે ગઠબંધન તોડવાના મુદ્દા ઉપર જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવે અસંતુષ્ટ વલણ અપનાવીને હાલમાં નીતિશકુમાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. જેડીયુની અંદર વિવાદ એ વખતે વધારે ગંભીર બની ગયો હતો જ્યારે શરદ યાદવે ગુરુવારના દિવસે કહ્યું હતું કે, તેમની પાર્ટી હજુ પણ આરજેડી અને કોંગ્રેસ ગઠબંધનની સાથે છે. સોનિયા ગાંધીએ આજે વિપક્ષની બેઠકમાં હાજરી આપવા શરદ યાદવને નિમંત્રણ આપ્યું હતું જેને લઇને જેડીયુએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વિપક્ષી નેતાઓની બેઠકમાં અમારી પાર્ટીના સભ્યોને સોનિયા ગાંધીએ બોલાવ્યા હતા જે દર્શાવે છે કે તેમના ઇરાદા ખુબ ખતરનાક છે. અમે યુપીએ અને મહાગઠબંધન સાથે સંબંધ તોડી ચુક્યા છે જેથી અમારા સભ્યોને બોલાવીને પાર્ટીમાં તિરાડ પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. દરમિયાન નીતિશકુમારે આજે ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. એનડીએ સાથે હાથ મિલાવવા મહાગઠબંધનમાંથી બહાર આવ્યા બાદ ભાજપ પ્રમુખ સાથે તેમની આ પ્રથમ બેઠક હતી. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થઇ તે સંદર્ભમાં હજુ કોઇ નિર્ણય લઇ શકાયો નથી. અગાઉ દિવસમાં બિહારના મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડાપ્રધાન સાથેની વાતચીત બાદ તરત જ નીતિશકુમારે ભારપૂર્વક કહ્યું હતું કે, જેડીયુના નેતા શરદ યાદવ તેમનો માર્ગ પસંદ કરવા માટે સ્વતંત્ર છે. સંસદની બહાર નીતિશકુમારે આ અંગેની પ્રતિક્રિયા આપી હતી. આરજેડી અને કોંગ્રેસ મહાગઠબંધનના હિસ્સા તરીકે છે પરંતુ જેડીયુ છેડો ફાડી ચુક્યું છે.

Related posts

लद्दाख में चीनी घुसपैठ को लेकर झूठ बोलने की वजह बताएं पीएम मोदी : राहुल

editor

મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે તીવ્ર સ્પર્ધા

aapnugujarat

આગામી ૧૦ વર્ષમાં પુરથી ૧૬૦૦૦ના મોત થઇ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1