Aapnu Gujarat
રાષ્ટ્રીય

જીએસટીના કારણે બંગાળી મિઠાઈ મોંઘી : હડતાળ પડશે

પશ્ચિમ બંગાળમાં મિઠાઇ વેચનાર લોકોએ જીએસટીની સામે રાજ્ય સ્તરે બંધની જાહેરાત કરી દીધી છે. રાજ્યના મિઠાઇ વેચનાર લોકોના એસોસિએશને કહ્યું છે કે, ૩૧મી ઓગસ્ટથી મિઠાઈની સારી દુકાનો બંધ રહેશે. મિઠાઈ વેચનાર લોકોએ જીએસટીનો વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે. કારણ કે નવી ટેક્સ વ્યવસ્થાથી મિઠાઇની કિંમતો ખુબ વધી ગઈ છે. પશ્ચિમ બંગાળ સ્વીટ સેલર એસોસિએશનના રવિન્દ્ર કુમાર પાલે કહ્યું છે કે, સંદેશ અને રસગુલ્લા જેવી મિઠાઇઓ ઉપર પાંચ ટકા જીએસટી લાગૂ કરવાનો નિર્ણય કરાયો છે. જીએસટીથી બંગાળી મિઠાઈઓ વધારે મોંઘી થઇ ગઈ છે. સ્વીટ સેલર્સ દ્વારા હવે બંધની જાહેરાત કરી દીધી છે. મોટાભાગની બંગાળી મિઠાઇઓએ વહેલી તકે ખરાબ થઇ જાય છે. કારણ કે આ મિઠાઇઓ ખાસ પ્રકારની ચીજોથી બને છે. આવી સ્થિતિ ઉપર મિઠાઇઓને લઇને જીએસટી લાગૂ કરવાની બાબતનો વિરોધ થઇ રહ્યો છે. મિઠાઇઓ ઉપર જીએસટી લાગૂ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. અમારા નાણામંત્રી અમિત મિશ્રાએ મિઠાઇ પર જીએસટીને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાના પ્રયાસ કર્યા હતા. ડાબેરીની સરકાર દરમિયાન મિઠાઇ બનાવનાર અને વેચનારના વિરોધ બાદ મિઠાઇ ઉપર મુકવામાં આવેલા વેટને પરત લેવાનો નિર્ણય કરાયો હતો. એસોસીએશનનું માનવું છે કે, આ વખતે પણ સરકારને મિઠાઇ ઉપર જીએસટીને દૂર કરવાની ફરજ પડશે. ૨૧મી ઓગસ્ટથી બંધની જાહેરાત ઉપરાંત એસોસિએશને ૨૪મી ઓગસ્ટથી ૨૬મી ઓગસ્ટ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. કોલકાતામાં જાણકાર મિઠાઇ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ગ્રાહકો પહેલાની જેમ મિઠાઇઓ ખરીદી રહ્યા નથી જેના કારણે હડતાળનું એલાન કરવાની ફરજ પડી છે.

Related posts

समझौता एक्सप्रेस के बाद पाकिस्तान ने रोकी थार एक्सप्रेस

aapnugujarat

मई में घटकर पांच माह के निम्नस्तर २.१७ प्रतिशत पर

aapnugujarat

आजादी के आंदोलन में कांग्रेस का बड़ा योगदान : संघ प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1