Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્ત ઇન્દ્રકુમાર, સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં પણ દેખાશે

બોલિવુડ સ્ટાર સંજય દત્તની કમબેક ફિલ્મ ભૂમિ ૨૨મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મ સાથે સંબંધિત કેટલાક નાના કામ બાકી રહ્યા છે. ફિલ્મમાં તેની સાથે અદિતી રાવ પણ કામ કરી રહી છે. તેની પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે. તે જે પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. તે તમામ મોટા પ્રોજેક્ટ છે. તેની પાસે જે ફિલ્મો છે તેમાં વિદુ વિનોદ ચોપડા, ઇન્દ્ર કુમારની ટોટલ ધમાલ, સિદ્ધાર્થ આનંદ, રાજકુમાર હિરાનીની ફિલ્મનો સમાવેશ થાય છે. તે ખલનાયક રિટર્નમાં પણ કામ કરી રહ્યો છે. જો કે તેની તમામ ફિલ્મ રજૂ થવામાં સમય લાગી શકે છે. સંજયદત્ત અને અર્શદ વારસીને ચમકાવતી મુન્નાભાઇ સિરિઝની ત્રીજી ફિલ્મ બનાવવા માટેની હિલચાલ શરૂ થઇ હોવાના અહેવાલ મળ્યા છે. રાજકુમાર હિરાની સંજય દત્ત પર બાયોપિક ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધા બાદ આ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ફિલ્મની પટકથા પહેલાથી જ તૈયાર કરી લેવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. હવે ટુંક સમયમાં શુટિંગ શરૂ કરવામા ંઆવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્ત મે ૨૦૧૩ બાદથી જેલની સજા ભોગવી રહ્યો હતો. હવે તે ફરી ફિલ્મોના પ્રોજેક્ટને લઇને સક્રિય થયો છે.
સંજયદત્તને વર્ષ ૧૯૯૩માં દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના મામલે ગેરકાયદે હથિયારો રાખવા બદલ તેને દોષિત ઠેરવી દેવામાં આવ્યો હતો. ગેરકાયદે હથિયારો રાખવા મામલે તે દોષિત જાહેર કરાયો હતો. સંજયદત્ત દ્વારા અભિનિત અગાઉની મુન્નાભાઇ સિરિઝની બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.

Related posts

‘पानीपत’ के लिए अर्जुन कपूर ने छोड़ी ‘लाइफ इन अ मेट्रो २’

aapnugujarat

અક્ષય કુમારની ટોઇલેટ એક પ્રેમ કથા સફળતા તરફ

aapnugujarat

જેકલિન જુડવા-૨ ફિલ્મને લઇ વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1