Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભા મા વોર્ડ નં ૮ ના ૧૦૦ થી વઘુ રહીશોએ રસ્તા અને પાણીના પ્રશ્ને હોબાળો મચાવ્યો

વિરમગામ શહેરમાં વોર્ડ નં-૮ ના ચિરાગ હાઉસિંગ વિસ્તારોના રહીશોને છેલ્લાં ઘણાં સમયથી પીવાના પાણી અને રોડ રસ્તા સહીતની પ્રાથમિક અસુવિધાને લઇને આખરે કંટાળી ગયેલા રહીશોએ આજરોજ નગરપાલિકાની સામાન્ય સભામાં જઇને હોબાળો મચાવ્યો હતો અને પ્રમુખ અને કાઉન્સિલરને બાનમાં લીધા હતા અને છેલ્લાં ઘણાં સમયથી શહેરમાં આવવા માટે રસ્તાની પણ સુવિઘાને લઇને રહીશો પરેશાન હતાં ત્યારે આશરે ૧૦૦ થી વઘુ મહિલાઓ સહિત સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને હાલતો પ્રમુખ કાંતિ પટેલ અને કાઉન્સિલ નિલેશ ચૌહાણે બે મહિનામાં રસ્તો બનાવવાની બાંહેધરી આપી હતી.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

સાબરકાંઠામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

editor

गोता की एक बिल्डिंग में लगी आग, एक युवक की मौत

aapnugujarat

ઈવીએમ બહાર રહ્યું કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે : ડેડીયાપાડામાં ચૂંટણી અધિકારીઓની બેદરકારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1