Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના મોટીભમરી-મોટાલીમટવાડા ગામોની મુલાકાત લઇ ODF કામગીરીનું નિરીક્ષણ કરતા કેન્દ્રિય હેડ યુનીસેફ ડૉ. યાશ્મીનઅલી

 કેન્દ્રિય યુનીસેફ ટીમે નર્મદા જિલ્લાના મોટીભમરી અને મોટા લીમટવાડા ગામની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. ટીમના હેડ ડૉ. યાશ્મીન અલીએ મોટી ભમરી ખાતે આંગણવાડીની મુલાકાત લીધી હતી. આંગણવાડીના બાળકોને બાલ અમૃતમ્ પ્રોજેક્ટથી કુપોષિત બાળકોના વિકાસ અંગે જાત માહિતી મેળવી હતી. આમ, કુપોષિત બાળકોના આરોગ્ય સ્ક્રિનિંગ લાઇવ ડેમોસ્ટ્રેશન પણ તેમણે નિહાળ્યું હતું. ત્યારબાદ મોટા લીમટવાડા ખાતે શૌચાલય સુવિધા બાબતે જાત મુલાકાત લઇ માહિતી મેળવી હતી. આંગણવાડીના બાળકો સાથે બેસીને તેમણે વાર્તાલાપ કર્યો હતો. ધાત્રી માતા તથા બાળકના પોષણ વિશે તેમણે ધાત્રી માતાઓ પાસેથી માહીતી મેળવી હતી.

આ પ્રસંગે મોટા લીમટવાડા ગામે કેન્દ્રિય યુનિસેફ ટીમ આવી પહોંચતા તેમનું નાચ-ગાન સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેનાથી યુનીસેફ ટીમ હર્ષવિભોર બન્યું હતું. ડૉ. યાશ્મીનઅલીએ જણાવ્યું હતું કે, અહીંના બાળકો અને મહિલાઓ રંગબેરંગી કપડામાં બહુ જ સુંદર દેખાઇ છે. નાચ-ગાન અને નૃત્ય સાથે પહેલી વખત આ રીતનું સ્વાગત અમે મોટા લીમટવાડા ગામે જોવા મળ્યું. આ જિલ્લાનું પહેલું ગામ ODF જાહેર થયેલ છે. આ ગામના લોકોની વાતો પરથી વિશ્વાસ બેસે છે કે, આખું ગામ શૌચાલયનો ઉપયોગ કરે છે. આ પ્રસંગે ડૉ. યાશ્મીને ગામના સરપંચ, સખીમંડળની બહેનો, સ્વસહાય જૂથની બહેનો, નિગરાની સમિતિ વગેરેની કામગીરીના વેચાણ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ૧૮ વર્ષની નાની કન્યાના લગ્ન ના થાય અને કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળે તેવું કામ નિગરાની સમિતિની જેમ સૌ સાથે મળી સીટી વગાડીને કરવાનું છે. ડૉ. યાશ્મીને ગામની બહેનો સાથે પ્રશ્નોત્તરી કરી તેમના અનુભવો મેળવ્યા હતા.

આ પ્રસંગે રાજ્ય યુનિસેફના વડા ડૉ. લક્ષ્મી ભવાની, ડૉ. શ્યામનારાયણ દવે, ડૉ. સવિતા શર્મા, ડૉ. નારાયણ, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી આર.આર. ભાભોર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. વેકરીયા વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશનું ત્રીજો અને રાજ્યનો પહેલો ODF નર્મદા જિલ્લો જાહેર થતા કેન્દ્રિય યુનીસેફ ટીમ જાત માહિતી મેળવવા જિલ્લાની મુલાકાતે આવેલ છે. જિલ્લાના સૌ શૌચાલયનો કાયમી ઉપયોગ કરતા થાય તે જ જિલ્લાને મળેલો એવોર્ડ સાચા અર્થમાં સાર્થક થયો કહેવાશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહે યુનીસેફ ટીમ વિશે ટૂંકી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ટીમ ગુજરાતમાં સૌ પ્રથમ વખત નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલ છે. નર્મદા જિલ્લો ODF જાહેર થયાનું ગૌરવ છે.

આ પ્રસંગે ડૉ. યાશ્મીનઅલી સહિતના મહાનુભાવોએ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. મોટા લીમટવાડા ગામના સરપંચશ્રીએ ગામની ટૂંકી માહિતી આપી અને ગામને સ્વચ્છ બનાવવા ઉઠાવેલી જહેમતથી વાકેફ કર્યા હતા. ગામમાં ૨૭૦ જેટલા શૌચાલયો, પાંચ ફળીયામાં આર.સી.સી. રોડ, સ્વચ્છતા વગેરે કામનો શ્રેય તેમણે સખીમંડળ-સ્વસહાય જૂથની બહેનો, નિગરાની સમિતિ, ગ્રામ પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહના માર્ગદર્શનને આપ્યો હતો.

આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, વિવિધ એજન્સીઓના સંચાલકો, ગ્રામ પંચાયતના હોદ્દેદારશ્રીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તરત પહોંચવા માટે ત્રણ એરપોર્ટ

aapnugujarat

કચ્છ યુનિ.ના પ્રાંગણમાં ખેલાયો ખૂની ખેલ, મુસ્લિમ અગ્રણી પર હુમલો

aapnugujarat

તા. ૨૫ મી માર્ચે કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1