Aapnu Gujarat
ગુજરાત

મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાં

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. ૪૦૦ દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા હવાતિયા મારી રહયા હતા.તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે.
જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના સ્ડ્ઢ હતા. મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે ૪૦૦ દિવસ કરતા વધુ સમયથી તે જેલમાં હતો. જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. છેલ્લે ગુજરાત હાઇકોર્ટમાં પણ તેની જામીન અરજી ભગાવવામાં આવી હતી. જે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા છે. ભૂતકાળમાં ઘટના બની ત્યારે ૩ મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતો.આ બધી ઘટનાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ટુંક જ સમયમાં સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં ૧૩૫ લોકોનાં મોત થયાં. આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મૅનેજરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી જયસુખ પટેલ હોવાનું સામે આવ્યુ હતુ. જયસુખ પટેલ ઘટના બાદ નાસતો ફરતો હતો. અંતે જયસુખ પટેલે ૧ ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ૮૮ દિવસ બાદ ઓરેવા ગ્રુપના સ્ડ્ઢ જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. ૧૩૫ લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.
મોરબીમાં વર્ષ ૨૦૨૨માં દિવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે ૩૦ ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન ૪ નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત ૫ દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

 

Related posts

વિરમગામમાં યુવતી પર પાંચ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ

editor

टायरो की चोरी करने वाली गेंग के दो शख्स गिरफ्तार

aapnugujarat

હાર્દિક પટેલ અને સમર્થકોની અટકાયત

aapnugujarat
UA-96247877-1