Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના H-1B સહિતના વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો

અમેરિકાના H-1B વિઝા અને બીજી વિઝા કેટેગરી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો આજથી લાગુ થઈ રહ્યો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે ફાઈનલ રૂલની જાહેરાત કરી છે જે મુજબ ચોક્સસ વિઝા કેટેગરી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી વધી ગઈ છે. ઈમિગ્રેશન સેક્ટરના એક્સપર્ટ કહે છે કે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરનાર એમ્પ્લોયરે આગામી વર્ષ માટે પોતાના બજેટનું આયોજન કરતી વખતે હવે આ ફીમાં વધારો પણ ધ્યાનમાં લેવો પડશે. કોઈ વિઝા અરજી પર ઝડપથી પ્રક્રિયા કરવી હોય ત્યારે તેના પર ખાસ ફી ભરવી પડે છે જેને પ્રીમિયમ પ્રોસેસિંગ ફી કહેવામાં આવે છે.

સામાન્ય પ્રોસેસ એવી છે કે માર્ચ મહિનામાં H-1B એપ્લિકેશન માટે ઈ-રજિસ્ટ્રેશન થઈ જાય છે. ત્યાર પછી એક લોટરી થાય છે અને અંતે પસંદ થયેલા બેનિફિસિયરી માટે એક ફાઈનલ વિઝા એપ્લિકેશન કરવામાં આવે છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી વધારવાના કારણે જે આવક મળશે તેનો ઉપયોગ પ્રીમિયમ પ્રોસેસિંગ સેવા આપવા માટે કરવામાં આવશે. આખી પ્રક્રિયામાં વધારે સુધારા થશે, વધતી માંગને પહોંચી વળવામાં આવશે અને બેનિફિટ રિક્વેસ્ટ પ્રોસેસિંગ બેકલોગ ઘટાડવામાં મદદ મળશે.

પ્રીમિયમ પ્રોસેસિંગ ફી કેટલી રહેશે?
H-1B અથવા L1 વિઝા જેવી નોન-ઈમિગ્રન્ટ વર્કર એપ્લિકેશન માટે આઈ-129 ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી 12 ટકા વધારીને 2805 ડોલર કરવામાં આવશે. આ ફી 26 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવી રહી છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ તથા તથા એચ-1બી વિઝા હોલ્ડર્સના સ્પાઉઝ અને તેમના આશ્રિતો માટે I-539 ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા તેઓ પોતાનું નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસ લંબાવવા અથવા ચેન્જ કરવા અરજી કરી શકે છે. આ ફોર્મ માટેની પ્રીમિયમ પ્રોસેસિંગ ફી 1750 ડોલરથી વધારીને 1965 ડોલર કરવામાં આવી છે.

પ્રીમિયમ પ્રોસેસિંગ ફી શું છે?
જો કોઈ વિઝાની અરજીને પ્રીમિયમ પ્રોસેસિંગ દ્વારા ફાઈલ કરવામાં આવે તો તેના પર ઝડપથી કાર્યવાહી થાય છે અને ટૂંકા ગાળામાં તેનો નિકાલ કરવામાં આવે છે. તેના માટે આવી અરજી પર ખાસ ફી ચાર્જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફોર્મ I-539 અને ફોર્મ I-765 માટે આ સમયગાળો 30 કેલેન્ડર દિવસનો છે. H-1Bનું પ્રીમિયમ પ્રોસેસિંગ માત્ર 15 દિવસની અંદર કરવામાં આવે છે. જૂન 2021થી અત્યાર સુધીમાં ફુગાવામાં જે વધારો થયો છે તેને ધ્યાનમાં રાખીને પ્રીમિયમ પ્રોસેસિંગ ફી વધારવામાં આવે છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશને જણાવ્યું કે ભવિષ્યમાં દર બે વર્ષે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી વધારવામાં આવી શકે છે. નવા ફેરફાર પ્રમાણે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી $2,500 થી વધીને $2,805 થઈ છે, 1,750 ડોલરથી વધીને 1,965 ડોલર થઈ છે જ્યારે 1,500 ડોલરથી વધીને 1,685 ડોલર કરવામાં આવી છે.

Related posts

ऑस्ट्रेलिया: मौसम ने बदली करवट, तेज आंधी के साथ भारी बर्फबारी

aapnugujarat

અમેરિકા સમજાવી રહ્યું છે ભારત કોઈ જ ખતરો નથી : પાક. સંરક્ષણ મંત્રી

aapnugujarat

સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાને ભારતને પાછળ છોડ્યું

aapnugujarat
UA-96247877-1