Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

UK સરકારે ઈમિગ્રેશનના નિયમો આકરા બનાવ્યા

ઈમિગ્રેશન એ અમેરિકા અને કેનેડા ઉપરાંત UK માટે પણ એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. UKમાં પણ ધીમે ધીમે ઈમિગ્રેશન વિરોધી વાતાવરણ જામતું જાય છે. તેના કારણે યુકેએ નવા કડક નિયમો લાગુ કર્યા છે જેના કાણે નેટ ઈમિગ્રેશનમાં ઘટાડો થવાની શક્યતા છે. યુકે સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2024 માટે એક ફેક્ટશીટ પ્રકાશિત કરવામાં આવી છે. તે મુજબ નેટ માઈગ્રેશનમાં હાલમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલે છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે જૂન 2022થી જૂન 2023 સુધીના એક વર્ષમાં નેટ માઈગ્રેશનનો આંકડો 6.72 લાખ હતો. કોવિડ અગાઉના સમય સાથે સરખાવવામાં આવે તો માઈગ્રેશનમાં વધારો થયો છે. પરંતુ ડિસેમ્બર 2020 સાથે તુલના કરલામાં આવે તો માઈગ્રેશન ઘટ્યું છે કારણ કે તે વખતે 7.45 લાખ લોકો માઈગ્રન્ટ બનીને યુકે આવ્યા હતા.

UKમાં લીગલ માઈગ્રેશનમાં જે વધારો થયો તેને કન્ટ્રોલમાં રાખવા માટે યુકેની હોમ ઓફિસે આવશ્યક પગલાં લીધા છે. યુકેમાં બહારના સ્ટુડન્ટ પોતાના આશ્રિતોને લાવતા હોય તેવા કિસ્સામાં પણ ઘટાડો થયો છે. યુકેની સરકારને સૌથી મોટી બીક માઈગ્રન્ટ પોલિસીના દુરુપયોગને લગતી હોય છે. માઈગ્રેશન સિસ્ટમમાં અત્યાર સુધી જે ખામીઓ હતી તેને દૂર કરવાથી યુકેમાં આવતા લોકોની સંખ્યામાં ત્રણ લાખનો ઘટાડો થશે.

UK કઈ રીતે નેટ માઈગ્રેશન ઘટાડશે?
યુકેએ પોતાને ત્યાં નેટ માઈગ્રેશન ઘટાડવા માટે કેટલાક પગલાંની જાહેરાત કરી છે. જેમ કે વિદેશી કેર વર્કર્સ યુકેમાં કામ કરવા આવશે ત્યારે પોતાના પરિવારમાંથી આશ્રિતોને નહીં લાવી શકે. ઇંગ્લેન્ડની સોશિયલ કેર કંપનીઓએ કેર ક્વોલિટી એજન્ટની શરતોનું પાલન કરવું પડશે. 11 માર્ચથી તે અમલમાં આવશે જેનાથી 12,000 જેટલા આશ્રિતોને ફાયદો થવાની શક્યતા છે.

વિદેશી કર્મચારીઓ યુકે કામ કરવા આવે ત્યારે તેમની આવકના ધોરણો પણ ઉંચા કરવામાં આવ્યા છે. તેથી નીચા ભાવે યુકેમાં કામ કરનારાઓએ ગમે ત્યારે દેશ છોડવો પડે તેવી શક્યતા છે.

વિદેશી વર્કર્સ માટે પગારધોરણ 50 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જે પોસ્ટ માટે 26,200 પાઉન્ડની સેલેરી પૂરતી ગણવામાં આવતી હતી તેના માટે હવે આવકનું ધોરણ 38,700 પાઉન્ડ કરવામાં આવ્યું છે. તેના કારણે યુકેની કંપનીઓ વિદેશી કર્મચારીઓને નીચા ખર્ચે હાયર નહીં કરી શકે અને તેમનો ખર્ચ ઘણો વધી જશે.

UK ઈચ્છે છે કે માત્ર એવા લોકોએ યુકે આવવું જોઈએ જેઓ પોતાની સેલેરીમાંથી આખા પરિવારને નિભાવી શકે. તેના કારણે ફેમિલી વિઝાની પ્રક્રિયા ચુસ્ત બની છે. હવે 38,700 પાઉન્ડથી વધુ સેલરીની ખાતરી હોય તેઓ જ યુકે આવી શકશે. તેની પાછળની યોજના એ છે કે યુકેમાં વસતી કોઈ પણ વ્યક્તિનો પગાર એટલો હોવો જ જોઈએ કે તેઓ પોતાના આશ્રિતોને નાણાકીય ટેકો આપી શકે.

Related posts

Saudi Arabia’s King Salman slams Iran over attacks before Muslim leaders gathered in Mecca

aapnugujarat

शेरिन मैथ्यूज की मौत मामला : भारतीय अमेरिकी दत्तक पिता को आजीवन कारावास की सजा

aapnugujarat

ચીને પોતાના રક્ષા બજેટમાં કર્યો ધરખમ ફેરફાર

aapnugujarat
UA-96247877-1