Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ ૨૦ આતંકવાદી સંગઠનોના નામ પાક.ને આપ્યા

અમેરિકાએ લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ અને હરકત-ઉલ-મુઝાહિદ્દીન સહિત ૨૦ એવા આતંકવાદી સંગઠનોના નામ ઈસ્લામાબાદને આપ્યા છે, જેના વિશે તેને લાગે છે કે ભારત અને અફઘાનિસ્તાનને નિશાન બનાવવા માટે પાકિસ્તાનની ધરતી પરથી પોતાની પ્રવૃતિઓ ચલાવી રહ્યુ છે.આ યાદીમાં ટોચ પર હક્કાની નેટવર્ક છે. અમેરિકા માને છે કે હક્કાની નેટવર્કને પશ્ચિમોત્તર પાકિસ્તાનના કબાયલી વિસ્તારમાં શરણ મળી છે જેનો ઉપયોગ તે અફઘાનિસ્તાનમાં હુમલાઓ કરવા કરે છે.યાદીમાં ત્રણ પ્રકારના સંગઠન છે. પહેલા જે અફઘાનિસ્તાનમાં હુમલા કરે છે. બીજા જે પાકિસ્તાનની અંદર જ હુમલો કરે છે અને ત્રીજો જેનુ નિશાન કાશ્મીર છે. હરકત-ઉલ-મુઝાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર એ તોયબા જેવા ભારતને નિશાન બનાવનાર સંગઠનો પણ આ યાદીમાં છે. હરકત ઉલ મુઝાહિદ્દીન પાકિસ્તાનમાં રહીને મુખ્યરીતે કાશ્મીરમાં વિનાશક પ્રવૃતિઓ ચલાવે છે. અમેરિકાનું કહેવુ છે કે આ સંગઠનનો ઓસામા બિન લાદેન અને અલકાયદા સાથે પણ સંપર્ક રહ્યો છે. જૈશ એ મોહમ્મદ પણ કાશ્મીરમાં જ સક્રિય છે.

Related posts

‘Ravana-1’ Sri Lanka has launched its first satellite

aapnugujarat

अमेरिका : अब कॉल सेंटर की नौकरी पर नजर

aapnugujarat

चीन नेपाल को भारत के खिलाफ करने की जुगत में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1