Aapnu Gujarat
બિઝનેસ

૪જી સ્પીડમાં ભારત તળિયે, ઉપલબ્ધતામાં મોખરે

ટોચના દેશોમાં ૪જીની ઉપલબ્ધતામાં ભારત પ્રથમ ક્રમે છે. ઓપન સિગ્નલના અહેવાલ પ્રમાણે ભારતમાં ૪જીની ઉપલબ્ધતા ૮૪.૦૩ ટકા છે. જોકે, સરેરાશ ૬.૧૩ એમબીપીએસની સ્પીડ સાથે ભારત ૪જી સ્પીડમાં ૭૭ દેશોમાં તળિયે છે.ઓપનસિગ્નલના અહેવાલ મુજબ કોઈ દેશ હજુ સુધી સતત ૫૦ એમબીપીએસની સરેરાશ સ્પીડ આપવામાં સફળ રહ્યો નથી. કેટલાક ઓપરેટર્સે આ આંકડો વટાવ્યો છે, પણ કોઈ દેશ સતત ૫૦ એમબીપીએસની સરેરાશ સ્પીડ સાથેનું એલટીઇ કનેક્શન પૂરું પાડી શક્યો નથી. સાઉથ કોરિયા અને સિંગાપોરમાં સૌથી વધુ અનુક્રમે ૪૫.૯ એમબીપીએસ અને ૪૬.૬ સ્હ્વજની સ્પીડ છે. ૪જીની સરેરાશ વૈશ્વિક સ્પીડ ૧૬.૬ એમબીપીએસ છે, જે અગાઉના ૧૬.૨ એમબીપીએસની તુલનામાં વધી છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ૪જી યુઝર્સની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે એલટીઇ સ્પીડમાં વધારો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ૨જીની સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૦.૧ એમબીપીએસ, ૩જીની૪.૪ એમબીપીએસ અને વાઇ-ફાઇ નેટવર્ક્સની ૯.૯ એમબીપીએસ છે.ઓપનસિગ્નલના અહેવાલમાં જણાવ્યા અનુસાર વિશ્વભરમાં એલટીઇની ઉપલબ્ધતા વધી રહી છે, પણ ઓપનસિગ્નલના અગાઉના રિપોર્ટ પછી ૪૦ એમબીપીએસ ક્લબમાં કોઈ નવા દેશ જોડાયા નથી. ૨૦ એમબીપીએસથી વધુ સ્પીડ ધરાવતા દેશોની સંખ્યા વધવાને બદલે ઘટી છે. ઓપનસિગ્નલના જણાવ્યા અનુસાર છ મહિના પહેલાં ૩૩ દેશ ૭૦ ટકાથી વધુ સમય સુધી એલટીઇ સિગ્નલ આપી શકતા હતા, જે આંકડો તાજેતરના અહેવાલ પ્રમાણે ૫૦ ટકા થયો છે.

Related posts

દિવાળીના તહેવાર પહેલા એર ટિકિટના ભાવ ચાર ગણા

aapnugujarat

18 સરકારી બેન્કોને 1 વર્ષમાં લાગ્યો આટલા લાખ કરોડનો ચૂનો! , વાંચો સમગ્ર માહિતી

editor

જીઓએ નાની કંપનીઓના ૯% ગ્રાહકો આંચકી લીધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1