Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથી શરૂ થશે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણી પછી ભાજપ સત્તામાં પરત ફરશે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં સમગ્ર દેશમાં શરૂ કરાયેલા ઘણા વિકાસ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, મારી સરકારનો ત્રીજો કાર્યકાળ જૂનથી શરૂ થશે. વિકાસ કાર્યો જે સ્કેલ અને ઝડપથી આગળ વધી રહ્યા છે તેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વડાપ્રધાન મોદીએ 41,000 કરોડથી વધુની કિંમતના 2000થી વધુ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના લોકાર્પણ બાદ તેમણે આ વાત કરી હતી. રેલવેમાં પરિવર્તનને રેખાંકિત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં લોકોએ વંદે ભારત ટ્રેનોના પ્રારંભ સહિત નવા ભારતનું નિર્માણ થતું જોયું છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં યુવાનોને કહ્યું હતું કે તેમના સપનાઓ જ તેમનો સંકલ્પ છે.”ભારત હવે મોટા સપના જુએ છે અને તેના સપના પૂરા કરવા માટે દિવસ-રાત કામ કરે છે. તમારા સપના અને સખત મહેનત અને મારો સંકલ્પ વિકસીત ભારતની ગેરંટી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ પણ કેટલાક પ્રસંગોએ ભાજપ ત્રીજી ટર્મમાં પણ સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીઓ માટે ઘણા સમય પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જોકે, ભાજપ અને વડાપ્રધાન મોદીને ત્રીજી ટર્મમાં વિજયી બનતા રોકવા માટે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ I.N.D.I.A નામનું ગઠબંધન કર્યું છે. પરંતુ હજી સુધી તેમાં કોઈ એકતા જોવા મળી નથી. જો આ ગઠબંધન જીતશે તો કોણ વડાપ્રધાન બનશે તે માટે પણ વિવિધ નામોની ચર્ચા છે. સમાજવાદી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી તથા આમ આદમી પાર્ટી પોત-પોતાના નેતાને વડાપ્રધાન બનતા જોવા ઈચ્છે છે. જ્યારે ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી છે તેવામાં રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીમાંથી ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેથી હવે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને ભાજપના રથને કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો કેવી રીતે અટકાવી શકે છે.

Related posts

कश्मीर में शांति लाना अब बेहद चुनौतीपूर्ण : शरद यादव

aapnugujarat

નવજોત સિદ્ધુની નારાજગી દુર,રાહુલ ગાંધીને મળતા સોંપાઇ નવી જવાબદારી

aapnugujarat

केंद्र और राज्य सरकार किसानों की हितैषी: योगी आदित्यनाथ

aapnugujarat
UA-96247877-1