Aapnu Gujarat
રાષ્ટ્રીય

દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં મરણ પથારીએ

ભારતમાં અનેક ત્રાસવાદી કારનામાને અંજામ આપી ચુકેલો ડોન દાઉદ ઇબ્રાહિમ હાલમાં મરવા પડ્યો છે તેવી વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. કેટલાક અહેવાલ પ્રમાણે દાઉદને કોઈએ કાતિલ ઝેર આપી દીધું છે અને અત્યારે તે કરાચીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ વિશે પાકિસ્તાને કોઈ નિવેદન આપ્યું નથી. દાઉદ ખરેખર મરણપથારીએ હોય અથવા મૃત્યુ પામ્યો હોય તો પણ પાકિસ્તાન આ વિશે ચુપકીદી જાળવી રાખે તેવી શક્યતા છે. દાઉદ ઇબ્રાહિમ એ ભારતનો સૌથી મોસ્ટ વોન્ટેડ અપરાધી છે અને તે પાકિસ્તાનમાં છુપાયો હોવાનું માનવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકાથી દાઉદને પકડવાના પ્રયાસો ચાલે છે જેમાં સફળતા નથી મળી.

ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારા ડઝનેક લોકો તાજેતરમાં રહસ્યમય સંજોગોમાં માર્યા ગયા છે. અમુક ખાલિસ્તાન તરફી તત્ત્વોને કેનેડામાં ખતમ કરવામાં આવ્યા છે જ્યારે બીજા કેટલાક ત્રાસવાદીઓને પાકિસ્તાનમાં અજાણ્યા લોકો દ્વારા મારવામાં આવ્યા છે. દાઉદ ઈબ્રાહિમની કથિત ઘટના પણ આ કડીનો જ હિસ્સો છે કે નહીં તે એક સવાલ છે.

સોશિયલ મીડિયા પર હાલમાં એવી વાતો ઉડી છે કે દાઉદને કોઈએ ઝેર આપ્યા પછી તેની હાલત નાજુક છે અને કરાચીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. જોકે, આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી દાઉદ વિશેની વાતમાં અફવા કેટલી છે અને હકીકત કેટલી છે તે જાણી શકાય તેમ નથી.

દાઉદ ઇબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું ન હોય તો પણ તેની ઉંમર લગભગ 67 વર્ષ છે તેથી વૃદ્ધાવસ્થાના કારણે પણ તે બીમાર હોય અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય તેવી શક્યતા છે. ભારતના સૌથી મોસ્ટ વોન્ટેડ દાઉદને પકડવામાં અને તેને સજા અપાવવામાં કોઈ સફળતા મળી નથી. એટલું જ નહીં, ભારતીય એજન્સીઓ હજુ સુધી દાઉદનો કોઈ લેટેસ્ટ ફોટો પણ બહાર પાડી શકી નથી. અત્યારે દાઉદના જે ફોટો મીડિયામાં છપાય છે તે પણ ઓછામાં ઓછા 30થી 40 વર્ષ જૂના છે.

સોશિયલ મીડિયા રિપોર્ટ પ્રમાણે દાઉદને એવી ગુપ્ત જગ્યાએ રાખવામાં આવે છે કે તેના વિશેની કોઈ માહિતી લિક થતી નથી. માત્ર ઉચ્ચ અધિકારીઓ અને તેના પરિવારના નિકટના લોકો જ દાઉદ ઇબ્રાહિમને મળી શકે છે. થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે દાઉદને ગેંગરિન થયું છે અને તેના કારણે તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા છે. દાઉદ પહેલેથી ઘણી ગંભીર બીમારીઓથી પીડીત હોવાનું માનવામાં આવે છે. આ વિશે ભારત કે પાકિસ્તાને કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

Related posts

प्रधानमंत्री नरेंद्र मोदी दो दिवसीय भूटान यात्रा पर रवाना

aapnugujarat

૫ મહિનામાં ૧૦ રૂપિયાથી વધુ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

editor

Narendra Dabholkar Murder Case: CBI told Court the Sharad Kalaskar confessed crime

aapnugujarat
UA-96247877-1