Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામમાં ૧૨૮૧ મદરેસા કાયમ માટે બંધ કરાયા

અસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ ૧૨૦૦થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી એમઈસ્કુલ તરીકે ઓળખવામાં આવશે.
આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યના ૩૧ જિલ્લાઓમાં ૧૨૮૧ મદરેસાઓના નામ બદલીને તેમને પ્રાથમિક શિક્ષણ નિયાકની હેઠળની નિયમિત શાળાઓમાં ફેરવવામાં આવ્યા છે. આ અંગેનો રાજ્યના શિક્ષણમંત્રી પ્રધાન રનોજ પેગુએ આદેશ જાહેર કર્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર નવી શાળાઓની યાદી શેર કરી હતી અને સાથે લખ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેબા) હેઠળના તમામ સરકારી અને પ્રાંતીય મદરેસાઓને સામાન્ય શાળાઓમાં ફેરવવાના પરિણામે શાળા શિક્ષણ વિભાગે ૧૨૮૧ મદરેસાઓના નામ બદલીને મિડલ ઈંગ્લિશ (એમઈ) સ્કુલ રાખવામાં આવ્યું છે.
આસામ સરકારે જાન્યુઆરી ૨૦૨૧માં એક કાયદો પસાર કર્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી મદરેસાઓને નિયમિત શાળાઓમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આનાથી પ્રાઈવેટ મદરેસા સિવાય ૭૩૧ મદરેસા અને અરબી કોલેજોને અસર થઈ હતી, જે સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આસામ (સેબા), આસામ હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ (એએચએસઈસી) અને સ્ટેટ મદરેસા એજ્યુકેશન બોર્ડ હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આ વર્ષે જ કર્ણાટકમાં એક રેલીને સંબોધન કરતી વખતે દાવો કર્યો હતો કે તેમની સરકારે ૬૦૦ મદરેસાને બંધ કરી દીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યના તમામ મદરેસાઓ બંધ કરવામાં આવશે.

Related posts

ત્રાસવાદી નવીદ જટ ફૂંકાયો

aapnugujarat

ભાજપ અને સંઘ ગોડ લવર્સ નહીં બલ્કે ગોડસેના લવર્સ છે : રાહુલ ગાંધી

aapnugujarat

સંસદમાં થયેલા હોબાળાને કારણે પ્રજાના ૨૬૪૦ કરોડ પાણીમાં ગયા

editor
UA-96247877-1